Site icon

આનંદો! બદલાઈ ગઈ ATMમાંથી કેશ ઉપાડવાની રીત, ગ્રાહકોને ફાયદો કરાવવા RBI એ લાગૂ કર્યો નવો નિયમ

India Remittances Set to hit Record 100 Billion dollar  in 2022 dollar

વિદેશમાં કામ કરતા લોકોએ 2022માં ભારતમાં મોકલી રેકોર્ડ રકમ, સૌથી વધુ આ દેશમાંથી આવ્યા પૈસા.. આંકડો જાણી ચોંકી જશો

 News Continuous Bureau | Mumbai

પીએમ મોદી(PM Modi)એ ડિજિટલ ટ્રાંજેક્શન(Digital Transaction)ની શરૂઆત કરાવ્યા બાદ મોટા ભાગના લોકો ઓનલાઈન વ્યવહારો(Online) કરે છે. જેના કારણે એટીએમ(ATM)માંથી કેશ કાઢનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પરંતુ જો તમે એટીએમમાંથી પૈસા કાઢતા હોય તો આ અહેવાલ તમારા કામનો બની રહેવાનો છે. ભારતીય રિઝર્વ બેંકે(RBI) બેંકો અને એટીએમ ઓપરેટરોને એટીએમમાંથી કાર્ડલેસ ઉપાડનો આદેશ આપ્યો છે.  

Join Our WhatsApp Community

આરબીઆઈના આ નિયમ લાગુ (New rule)થયા બાદ એટીએમથી કેશ કાઢવાની રીત એકદમ બદલાઈ જશે. તેનો ફાયદો એ થશે કે કાર્ડની ક્લોનિંગ, કાર્ડ સ્કીમિંગ અને બીજી બેંક ફ્રોડ ઓછા થઈ જશે. કોર્ડલેસ ટ્રાન્ઝેક્શન(Cardless Transaction)માં કેશ કાઢવા માટે તમારે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ(Credit card-debit card)ની જરૂરિયાત રહેશે નહીં. તેમાં તમે યૂપીઆઈ પેમેન્ટ એપ (UPI payment app)જેવી પેટીએમ, ગૂગલ પે, એમેઝોન પે અથવા તો ફોન પે જેવી એપ મારફતે જ એટીએમમાંથી પૈસા કાઢી શકશો.  આરબીઆઈના નિર્દેશો બાદ હવે તમામ બેંક અને એટીએમ ઓપરેટરને કોર્ડલેસ કેશ ઉપાડની રાહ જોવી પડશે. રિઝર્વ બેંક તરફથી લાગુ કરાયેલા નિયમ હેઠળ કોઈ પણ બેંક કોઈ પણ બેંકના ખાતાધારકને આ સુવિધા આપી શકે છે. તેના માટે NPCI ને UPI ઈન્ટિગ્રેશનનો નિર્દેશ આવ્યો છે.  ATM કાર્ડ પર તાજેતરમાં જે ચાર્જ લાગે છે, ફેરફાર પછી પણ તેના તે જ ચાર્જ રહેશે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. તેના સિવાય કેશલેશ ટ્રાંજેક્શનથી રકમ ઉપાડનાર માટે લિમિટ પણ પહેલાની જેમ જ યથાવત રહેશે.  

કાર્ડલેસ ટ્રાંજેક્શનની સુવિધા અત્યારે અમુક જ બેંકોના એટીએમ પર મળી રહી છે. નવી સિસ્ટમ હેઠળ ગ્રાહકોને એટીએમમાં ડેબિટ કાર્ડની જરૂરિયાત રહેશે નહીં. તેના માટે ગ્રાહકોને એટીએમ પર ક્યૂઆર કોડ (QR code)સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદ ૬ ડિજિટનો યૂપીઆઈ એન્ટર કરવાનો રહેશે અને પછી પૈસા ઉપાડી શકશો. કેશલેશ કેશ વિડ્રોઅલ સિસ્ટમને લાગુ કરવા પાછળ આરબીઆઈનો હેતુ સતત વધી રહેલી ફ્રોડ(fraud)ની ઘટનાઓને રોકવાનો છે. તેનાથી કાર્ડની ક્લોનિંગ, કાર્ડ સ્કીમિંગ અને બીજી બેંક ફ્રોડ ઓછા થવાની આશા સેવવામાં આવી રહી છે. સાથે તમારે પૈસા કાઢવા માટે કાર્ડની જરૂરિયાત પણ રહેશે નહીં.

 

Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version