Site icon News Continuous Bureau | Mumbai

હૈદરાબાદના જ્વેલરે બનાવી 7801 હીરાજડિત સ્પેશિયલ વીંટી, ગિનીસ બુકમાં નોંધાયું નામ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ઓક્ટોબર 2020

હીરાથી જડેલી વીંટી તો કોને પસંદ ન આવે. લગ્ન પ્રસંગથી માંડીને નાના માટે એવા અનેક પ્રસંગોમાં લોકો તેને પહેરતા હોય છે. પણ એક વાર વિચારો કે આપની પાસે એવી વીંટી હોય, કે જેમાં સૌથી વધુ હીરા લગાવેલા હોય, તો આપને કેટલી ખુશી થાય. 

એવી જ એક હીરાજડિત વીટી હૈદરાબાદના એક જ્વેલરે બનાવી છે, જેમાં 7801  હીરા જડેલા છે, જેના કારણે તેનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે.

આ વીંટી હૈદરાબાદના પ્રખ્યાત જ્વેલર અને હોલમાર્ક જ્વેલર્સના માલિક કોટ્ટિ શ્રીકાંતે બનાવી છે.

આ અદ્ભૂત વીંટી દુર્લભ ફૂલ બ્રહ્મ કમળની પ્રતિકૃતિ છે. આ રિંગનું નામ – ‘ધ ડિવાઈન-7801 બ્રહ્મ વજ્ર કમલમ’ રાખવામાં આવ્યું છે.

કોટ્ટિએ આ વીંટી હિમાલયમાં ઉગતાં દુર્લભ ફૂલ બ્રહ્મકમલમથી પ્રેરિત થઈને બનાવી છે. જેને અત્યંત શુદ્ધ માનવામાં આવે છે.

તથા તેનો ઉપયોગ ધાર્મિક કામ માટે થાય છે. તેના ઔષધીય ગુણ પણ છે. રિંગનો પ્લાન પહેલી વાર 2018માં બનાવ્યો હતો. જેને બનાવવા માટે 11 મહિના કરતા પણ વધારે સમય લાગ્યો છે.

Patanjali Wheat Flour Batch Recall પતંજલિને મોટો ઝટકો ઘઉંના લોટમાં હાનિકારક પેસ્ટીસાઇડ મળતા જથ્થો પરત ખેંચાયો, સ્ટોક ધોવાયો
ITR Filing Deadline Approaching Fast ITR પોર્ટલ પર કરદાતાઓની ભારે ભીડ ૪ કરોડથી વધુ રિટર્ન થયા દાખલ, વહેલી તકે પ્રક્રિયા પતાવવા અપીલ
Crude Oil Prices Drop 5 Percent મધ્ય પૂર્વમાં તણાવ ઘટતાં રાહત, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ૫ ટકાનો કડાકો…
India UK FTA Whisky Tariff Cut ભારતબ્રિટન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની મોટી અસર, સ્કોચ વ્હિસ્કી પરની આયાત ડ્યુટી ૧૫૦% થી ઘટાડીને આટલી કરાઈ
Exit mobile version