Site icon News Continuous Bureau | Mumbai

ICICI Bank Fraud Case: વીડિયોકોનના સ્થાપક કોર્ટે વેણુગોપાલ ધૂતની આ અરજી ફગાવી, કોચર દંપતીને પણ ન આપી કોઈ રાહત

વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતને લોન ફ્રોડમાં વધુ એક ઝટકો લાગ્યો છે. મુંબઈની વિશેષ અદાલતે વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતની અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે CBI દ્વારા ICICI બેંકના ભૂતપૂર્વ CEO અને MD ચંદા કોચરની કથિત લોન ફ્રોડ કેસમાં ધરપકડ ગેરકાયદેસર છે

ICICI Bank fraud case-Videocon Group founder Venugopal Dhoots plea against his arrest rejected

ICICI Bank Fraud Case: વીડિયોકોનના સ્થાપક કોર્ટે વેણુગોપાલ ધૂતની આ અરજી ફગાવી, કોચર દંપતીને પણ ન આપી કોઈ રાહત

News Continuous Bureau | Mumbai

સ્થાપક વેણુગોપાલ ધૂતને લોન ફ્રોડમાં ( ICICI Bank fraud case )  વધુ એક ઝટકો લાગ્યો છે. મુંબઈની વિશેષ અદાલતે ( Videocon Group founder )  વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતની ( Venugopal Dhoot’s plea ) અરજી ફગાવી ( rejected ) દીધી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે CBI દ્વારા ICICI બેંકના ભૂતપૂર્વ CEO અને MD ચંદા કોચરની કથિત લોન ફ્રોડ કેસમાં ધરપકડ ગેરકાયદેસર છે. આ ઉપરાંત કોર્ટે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની તેમને ઘરનું ભોજન, પલંગ, ગાદલું અને ખુરશીઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાની અરજી પણ ફગાવી દીધી હતી. કોર્ટે જેલ સત્તાવાળાઓને મેડિકલ ઓફિસર સાથે પરામર્શ કરીને ભોજન આપવાનો નિર્દેશ આપ્યો હતો. મહત્વનું છે કે કોચરની સીબીઆઈ દ્વારા 23 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ધૂતની ત્રણ દિવસ પછી ધરપકડ કરવામાં આવી હતી. હાલ ત્રણેય જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

Join Our WhatsApp Channel

ધૂતે તેની ધરપકડને ગેરકાયદેસર હોવાનો દાવો કરીને આ મામલે તેની તાત્કાલિક મુક્તિની માંગ કરી હતી. ધૂતના વકિલે ધરપકડ ગેરકાયદે હોવાનો દાવો કરીને દલીલ કરી હતી કે તપાસ અધિકારીએ કોચર દંપતીની ધરપકડ બાદ દબાણમાં આવીને ધૂતની ધરપકડ કરી છે. પહેલા રિમાન્ડની સુનાવણીમાં કોચરના વકિલે સવાલ કર્યો હતો કે ધૂતની હજી ધરપકડ કેમ નથી થઈ. કોચરને ભય હતો કે ધૂત માફીના સાક્ષી બની જશે. કોચરના વકિલે ખાતરી કરી હતી કે ધૂતની ધરપકડ થઈ નથી એ બાબત રિમાન્ડમાં રેકોર્ડ પર આવે, જેને લીધે તપાસ અધિકારી પર ધૂતની ધરપકડનું દબાણ લવાયું હતું. જોકે કોર્ટે ધૂતની દલીલમાં તથ્ય નહોવનું જણાવીને અરજી ફગાવી હતી.

આ સમાચાર પણ વાંચો :  સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી વધારો, ખરીદી પહેલા જાણો લેટેસ્ટ રેટ

નોંધનીય છે કે CBIએ વર્ષ 2019માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ગુનાહિત ષડયંત્ર સહિત ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ FIR નોંધી હતી જેમાં ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂત સહિત NuPower Renewables (NRL), સુપ્રીમ એનર્જી, દીપક ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા સંચાલિત વીડિયોકોન અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા.

સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે આઈસીઆઈસીઆઈ બેંકે બેંક રેગ્યુલેશન એક્ટ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને વીડિયોકોન જૂથની કંપનીઓને રૂ. 3,250 કરોડની લોન મંજૂર કરી હતી. કથિત રીતે, બદલામાં, ધૂતે 2010 થી 2012 વચ્ચે દીપક કોચરની કંપનીમાં 64 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  લિથિયમની કિંમતમાં ઘટડો થતા હવે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થઈ શકશે, લિથિયમની કિંમત 25% સુધી ઘટી શકે

UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Exit mobile version