Site icon

અદાણી ગ્રુપને વધુ એક ઝટકો, ICRA એ અદાણી ટોટલ ગેસનું રેટિંગ આઉટલુક ડાઉનગ્રેડ કરીને ‘સ્ટેબલ’થી ‘નેગેટિવ’ કર્યું

Adani Group Suspends Work on Rs 34,900 Crore Petrochemical Project in Mundra

હિંડનબર્ગ રિપોર્ટથી અદાણીની ઊંઘ થઈ હરામ, પડતો મૂક્યો ગુજરાતનો આ મહત્વનો પ્રોજેક્ટ.. જાણો શું છે કારણ..

News Continuous Bureau | Mumbai

ICRAઅદાણી ટોટલ ગેસ (ATGL) પર રેટિંગ આઉટલૂકને સ્ટેબલથી ઘટાડીને નેગેટિવ કર્યું છે. તેણે કહ્યું છે કે અદાણી ગ્રૂપની આર્થિક તબિયત બગડી છે, જેના કારણે તેણે આ પગલું ભર્યું છે. તેણે 3 માર્ચે આ વિશે જણાવ્યું હતું. ICRA એ રેટિંગ એજન્સી છે. અમેરિકન ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો ત્યારથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ICRAએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે રેટિંગ આઉટલુક ઘટાડવાનો નિર્ણય બે પરિબળો પર આધારિત છે. પ્રથમ, જૂથ કંપનીઓના શેરના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. બીજું, વિદેશી બજારમાં અદાણી જૂથની કંપનીઓના બોન્ડની યીલ્ડ વધી છે.

અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો

અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ગયા મહિને એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં એકાઉન્ટિંગ માં છેતરપિંડી અને અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં વધારો કરવા માટે અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી એટીજીએલ સહિત અનેક ગ્રુપ કંપનીઓના શેરના ભાવ તૂટ્યા હતા. જોકે, 20 દિવસના ઘટાડા પછી 1 માર્ચે એટીજીએલના શેરમાં તેજી જોવા મળી હતી. તે 4.85 ટકા વધીને રૂ. 713.20 પર બંધ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  એરટેલનો મજબૂત પ્લાન, 299 રૂપિયામાં 12 મહિના માટે 2 સિમ, કૉલ્સ, ડેટા અને એસએમએસ રહેશે ફ્રીમાં એક્ટિવ

GQG ના રોકાણ પછી શેરના ભાવ રિસ્ટોર થયા

3 માર્ચે પણ અદાણી ગ્રુપની લગભગ તમામ કંપનીઓના શેરના ભાવ લીલા નિશાનમાં બંધ થયા હતા. તેનું કારણ એક સમાચાર છે, જે જણાવે છે કે GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપમાં રૂ. 15,446 કરોડનું રોકાણ કર્યું છે. GQG પાર્ટનર્સ એ અમેરિકન ગ્લોબલ ઇક્વિટી-ઇન્વેસ્ટમેન્ટ બુટિક ફર્મ છે. આ સમાચારની અસર 3 માર્ચે ATGLના શેર પર પણ પડી હતી. તે લગભગ 5 ટકા વધીને રૂ. 781.85 પર બંધ રહ્યો હતો.

અદાણી ટોલ ગેસમાં ફ્રેન્ચ ઓઇલ કંપનીનું રોકાણ

ICRA એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ATGL એ ટૂંકા ગાળામાં મૂડી ખર્ચની જરૂરિયાતને પહોંચી વળવા માટે પહેલેથી જ જોડાણ કર્યું છે, પરંતુ તેને લાંબા ગાળામાં વધુ મૂડી ખર્ચની જરૂર છે. આ માટે તેણે ઘણી લોન લેવી પડશે. તેમણે કહ્યું છે કે TotalEnergies SE એ અદાણી ટોટલ ગેસના સહ-પ્રમોટર છે, જેનાથી અમુક અંશે જોખમ ઘટે છે. જોકે, ATGLમાં રોકાણ કરવાનો TotalEergiesનો નિર્ણય ખૂબ જ સંવેદનશીલ હશે. TotalEnergies ફ્રેન્ચ તેલ અને ગેસ કંપની છે. અદાણી ટોટલ ગેસ (ATGL)માં તેનો 37.4 ટકા હિસ્સો છે.

આ સમાચાર પણ વાંચો : સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન, મોટી સંખ્યામાં વેપારીઓનો શરૂ થશે કારોબાર

 

Exit mobile version