Site icon

IDBI બેંક -માર્કેટમાં મંદી પર આ બેંકના શેરમાં થયો જોરદાર ઉછાળો- રોકાણકારોને 5000 કરોડથી વધુનો ફાયદો

News Continuous Bureau | Mumbai

IDBI બેંકમાં ડિસઇન્વેસ્ટમેન્ટ(Disinvestment) માટે EOI જારી કરવામાં આવ્યો છે. DIPAM એ રોકાણ(investment) માટે બિડ આમંત્રિત કર્યા છે. જણાવી દઈએ કે સરકાર IDBI બેંકમાં તેનો 30.4% હિસ્સો વેચશે. ત્યારે LIC 30.24 % હિસ્સો વેચશે.

Join Our WhatsApp Community

શેરબજારમાં(stock market) મંદી વચ્ચે સરકારીમાંથી ખાનગી તરફ જતી IDBI બેંકના શેરમાં દસ ટકા સુધીનો વધારો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange) પર શેર 11% વધીને રૂ. 47.40 પર પહોંચી ગયો. જણાવી દઈએ કે સરકાર અને LICએ મળીને IDBI બેંકમાં તેમનો 60.72 % હિસ્સો વેચવા માટે બોલીને આમંત્રિત કર્યા છે. બજારે આ સમાચાર પર સકારાત્મક પ્રતિક્રિયા(positive reaction) આપી છે, જેનાથી કંપનીના રોકાણકારોને(investors) રૂ. 5000 કરોડથી વધુનો ફાયદો થયો છે.

DIPAM બોલીઓ કરી છે આમંત્રિત 

IDBI બેંકમાં ડિસઇન્વેસ્ટમેન્ટ(Bank disinvestment) માટે EOI જારી કરવામાં આવ્યો છે. DIPAM એ રોકાણ માટે બિડ આમંત્રિત કર્યા છે. જણાવી દઈએ કે સરકાર IDBI બેંકમાં તેનો 30.4% હિસ્સો વેચશે. ત્યારે LIC 30.24 % હિસ્સો વેચશે.

ગૃહ મંત્રાલયની (Home Ministry) મંજૂરી લેવી ફરજિયાત રહેશે

સરકારે પહેલીવાર કંપનીઓ માટે IDBI બેંકમાં હિસ્સો ખરીદવા માટે પ્રથમ તબક્કામાં જ ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી ફરજિયાત બનાવી છે. અગાઉ, સેન્ટ્રલી કંટ્રોલ્ડ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ(Centrally Controlled Public Sector Undertakings) (CPSEs) ના ખાનગીકરણની પ્રક્રિયામાં સામેલ બિડિંગ કંપનીઓ બીજા તબક્કામાં સુરક્ષા મંજૂરી મેળવવા માટે બંધાયેલી હતી.

આ સમાચાર પણ વાંચો : આજથી બજેટ ઇલેક્ટ્રિક કારનું બુકિંગ શરૂ- 21 હજારમાં કરી શકશો બુક

16 ડિસેમ્બર સુધી કરી શકાશે બોલી 

સરકાર અને LIC મળીને IDBI બેંકમાં 60.72 ટકા હિસ્સો વેચવા જઈ રહ્યા છે. બેંકમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે DIPAM દ્વારા જારી કરાયેલ EOI અનુસાર, બિડર્સ 16 ડિસેમ્બર સુધી તેના માટે બિડ કરી શકશે.

કંપનીના શેરની મજબૂતીથી રોકાણકારોને 5000 કરોડનો ફાયદો થયો છે

શેરબજારમાં(stock market) સોમવારના ટ્રેડિંગમાં(trading) IDBI બેન્કના શેરમાં દસ ટકા સુધીની મજબૂતી આવી છે. શેરમાં આ મજબૂતીથી રોકાણકારોને ઘણો ફાયદો થયો છે. આ વધારાને કારણે તેમની સંપત્તિમાં 5000 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. 7 સપ્ટેમ્બર, 2022 ના રોજ, બેંકના શેર રૂ. 42.70 પર બંધ થયા હતા. આ કિંમતે બેંકનું માર્કેટ કેપ 45,912.75 કરોડ રૂપિયા હતું. IDBI બેન્કનો શેર સોમવારે ઇન્ટ્રા-ડેમાં રૂ. 47.40ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. હવે કંપનીનું માર્કેટ કેપ રૂ. 5,053.64 કરોડ વધીને રૂ. 50,966 કરોડ થયું છે.

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version