Site icon

IDFC Bank Penalty: ખાતાધારકે લોન લીધા વિના, IDFC બેંકે તેની લોનની EMI કાપી, ગ્રાહક કોર્ટે હવે ફટકાર્યો 20 ગણો દંડ..

IDFC Bank Penalty: ગ્રાહક ફરિયાદ નિવારણ પંચના નિર્ણયથી IDFC બેંકને મોટો ફટકો પડ્યો છે. કમિશને બેંકને 5,676 રૂપિયાના બદલે 1 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. જાણો શું છે આ સમ્રગ મામલો…

IDFC Bank Penalty IDFC Bank Deducts His Loan EMI Without Account Holder Taking Loan, Consumer Court Now Imposes 20x Penalty

IDFC Bank Penalty IDFC Bank Deducts His Loan EMI Without Account Holder Taking Loan, Consumer Court Now Imposes 20x Penalty

News Continuous Bureau | Mumbai 

IDFC Bank Penalty: IDFC બેંકે એક વ્યક્તિ પાસેથી એવી લોન માટે માસિક હપ્તો ( EMI ) કાપ્યો જે તેણે ક્યારેય લીધો ન હતો. આ કેસમાં હવે ગ્રાહક અદાલતે ( consumer court ) બેંકને નવી મુંબઈની વ્યક્તિને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (મુંબઈ સબઅર્બન) એ બેંકને સેવામાં ઉણપ માટે દોષી ઠેરવ્યું હતું અને તેને ગ્રાહકને વ્યાજ સાથે રૂ. 5,676 ની EMI રકમ પરત કરવા પણ કહ્યું હતું.

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર, IDFC બેંકે નવી મુંબઈમાં ( Navi Mumbai ) રહેતા એક વ્યક્તિના બેંક ખાતામાંથી ( Bank Account )  EMIના નામે 5,676 રૂપિયા કાપ્યા હતા . જો કે, ખાતાધારકે કોઈ લોન લીધી ન હતી તેમ છતાં તેના ખાતામાંથી બેંકે EMI રુપે પૈસા કાપવામાં આવી રહ્યા હતા. પૂછપરછ પર, બેંકે ફરિયાદીને કહ્યું કે તેણે તેને એક ઈમેઈલ મોકલીને જાણ કરી હતી કે તે ECS પેમેન્ટ છે. જ્યારે તે વ્યક્તિ બેંકની શાખામાં ગયો ત્યારે તેને લોન એકાઉન્ટ આપવામાં આવ્યું હતું. ફરિયાદીનો આરોપ છે કે IDFC બેંકે ફરજિયાત પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના અને ખાતાધારકની સહીઓ લીધા વિના છેતરપિંડીથી લોન ( Loan ) મંજૂર કરી હતી. શખ્સે દાવો કર્યો હતો કે બેંકે અંગત વિગતોનો દુરુપયોગ કરીને રૂ. 1,892ની માસિક EMI સાથે 20 મહિનાની મુદત માટે રૂ. 20,000ની લોન ગેરકાયદેસર રીતે મંજૂર કરી હતી.

આ સમાચાર પણ વાંચો:  Indian Spices Export: ભારતમાંથી નિકાસ થતા મસાલાઓ અંગે જારી કરવામાં આવી માર્ગદર્શિકા, ઇથિલિન ઓક્સાઇડની અસરને રોકવા માટે લેવાયા આ કડક પગલાં…

  IDFC Bank Penalty: બેંકે કપાયેલી રકમ વ્યાજ સહિત ખાતાધારકને પરત કરવી જોઈએ….

આ બાદ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ બાદ, આ મામલે પંચે મહત્વનો ચુકાદો આપ્યો છે. બેંક દ્વારા આપવામાં આવેલી લોનની રકમ ફરિયાદીના બેંક ખાતામાં જતી હતી જે લોનો તેણે ક્યારેય લીધી જ નહી. તેથી બેંકનો આ વ્યવહાર યોગ્ય નથી. ફરિયાદીના ખાતામાંથી ગેરકાયદેસર રીતે બેંક દ્વારા EMI કપાતું હતું. આનાથી તેનો CIBIL સ્કોર પણ ખરાબ થયો હતો. આથી બેંકે કપાયેલી રકમ વ્યાજ સહિત ખાતાધારકને પરત કરવી જોઈએ. તેમજ માનસિક અને શારીરિક વેદના માટે ગ્રાહકને એક લાખ રૂપિયાનું વળતર ( Compensation ) ચૂકવવું જોઈએ. ઉપરાંત, ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે આદેશ આપ્યો છે કે બેંકે આ કેસમાં થયેલા ખર્ચ તરીકે ગ્રાહકને દસ હજાર રૂપિયા ચૂકવવા જોઈએ અને તેનો CIB સ્કોર પુનઃસ્થાપિત કરવો જોઈએ.

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version