Site icon

છેલ્લા 9 દિવસ બાકી છે ભાઈ.. રિટર્ન ફાઈલ કરી દેજો નહીંતો આ સજા ભોગવવા તૈયાર રહો.. જાણો વિગત…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

22 ડિસેમ્બર 2020 

કોરોના કાળમાં લોકડાઉનનો લાભ લઇ તમે હજુ સુધી ઈન્કમ ટેક્સ ના ભર્યો હોય તો વહેલી તકે ભરી દેજો. કેન્દ્ર સરકારે કોરોના સંકટ વચ્ચે કરદાતાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક વખત આવકવેરા વળતર ભરવાનો સમય વધાર્યો છે. હવે નક્કી કરેલી છેલ્લી તારીખમાં ફક્ત 9 દિવસ બાકી છે.  

આવી સ્થિતિમાં, કરદાતાઓએ વહેલી તકે પોતાનો આઇટીઆર ફાઇલ કરવો જોઈએ જેથી કોઈપણ ભૂલ સુધારી શકાય. જો કરદાતાઓ ફાઈલ કરવામાં વિલંબ કરશે, તો ઘણા ફાયદાઓ થી વંચિત રહી જશો. હાલ આઇટીઆર મોડા ભરવા પર દર મહિને 1% ના સરળ દરે વ્યાજ ચૂકવવી શકવાની સુવિધા કરદાતાઓ ને આપવામાં આવી છે, જેનો લાભ મળતો બંધ થઈ જશે. 

 

ચાલો અહીં સમજીએ કે જો આઈટીઆર મોડું કરવામાં આવે તો શું નુકસાન થશે?  કેન્દ્ર સરકારે મોડી આઈટીઆર ફાઇલિંગ પર લેટ ફી વસૂલવાની વ્યવસ્થા કરી છે. આ સિસ્ટમ નાણાકીય વર્ષ 2018-19થી લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત જો કોઈ કરદાતા નિર્ધારિત તારીખ પછી આઇટીઆર ફાઇલ કરે છે. પરંતુ 31 ડિસેમ્બર પહેલા, તો મોડી ફાઇલિંગ ફી 5000 રૂપિયા વસૂલ કરવામાં આવશે. તેવી જ રીતે, જો 31 ડિસેમ્બર પછી રિટર્ન ફાઇલ કરવામાં આવે છે, તો કરદાતાએ 10,000 રૂપિયા ફી ચૂકવવી પડશે. જો કરદાતાની વાર્ષિક આવક રૂ. 5 લાખથી વધુ નહીં હોય, તો પછી મોડી ફી તરીકે તેમની પાસેથી વધુ 1000 રૂપિયા વસૂલવામાં આવશે અને કોઈ કર મુક્તિ-કપાત નહીં મળે. 

 

આઇટીઆર ફાઇલ કરવામાં મોડા પડતા, આવકવેરા કાયદાની કલમ -10 એ અને કલમ -10 બી હેઠળ છૂટ નહીં  મળે . તે જ સમયે, સેક્શન-80 આઈએ, 80 આઈએબી, આઈઆઈસી,  આઈઆઈડી અને  આઈઇ હેઠળ આપવામાં આવેલી છૂટ પણ કરદાતા ગુમાવશે. આ સિવાય કરદાતાને આવકવેરા રીટર્ન મોડા ભરવાને કારણે કલમ 80 આઈએસી, 80 આઇબીએ, 80 જેજેએ, 80 જેજેએએ, 80 એલએ, 80 પી, 80 પીએ, 80 ક્યુબીબી અને 80 આરઆરબી હેઠળ કપાતનો લાભ પણ મળશે નહીં. આમ હોવી ITR ભરવામાં કોઈ પણ વિલંબ ચાલશે નહીં.

 

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version