Site icon

શું તમે માસિક ૫૦ લાખથી વધુનું ટર્નઓવર ધરાવો છો?? તો તમારે આ પ્રક્રિયા કરવી ફરજીયાત છે. જાણીલો એ પ્રક્રિયા… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

24 ડિસેમ્બર 2020

માસિક રૂા. ૫૦ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ભરવાપાત્ર બનતા જીએસટીની (GST)રકમમાંથી એક ટકા રકમ ફરજિયાત રોકડેથી ભરવી પડશે. બોગસ ઇન્વોઈસના માધ્યમથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની (GST)કરવામાં આવી રહેલી ચોરીને ડામવા માટે કેન્દ્રના નાણાં મંત્રાલયે આ નિર્ણય લીધો છે. 

વેરાના નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે કલમ ૮૬ બી દાખલ કરીને અત્યાર સુધી કોઈપણ જાતના અવરોધ વિના ઉપયોગ કરી શકાતી ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઉપયોગ પર અંકુશ લગાવ્યો છે… આમ આ પગલું લઈને સરકાર જે વેપારીઓએ તેમની જીએસટીની જવાબદારી અદા જ ન કરી હોય તેવા વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરવા પર લગામ તાણવામાં આવી છે.

જોકે આ નિયમ હેઠળનું નિયંત્રણ જે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે કે કોઈપણ પાર્ટનરે રૂા. ૧ લાખથી વધુ રકમનો ઇન્કમટ ટેક્સ જમા કરાવ્યો હોય અથવા તો રજિસ્ટ્રેશન ધરાવતી વ્યક્તિએ કે પછી વેપારીઓ રૂા. ૧ લાખથી વધુ રકમની રિફંડ આગળના નાણાંકીય વર્ષમાં મેળવ્યું હશે તેમને પણ આ જોગવાઈ લાગુ કરવામાં આવશે નહિ.

LPG Supply Update:LPG સપ્લાય અંગે ઇન્ડિયન ઓઇલનું મોટું અપડેટ: દેશભરમાં ગેસ વિતરણ વ્યવસ્થા સુચારૂ રાખવા માટે કરાઈ ખાસ તૈયારી
Indian Airlines Plan B Middle East: મિડિલ ઈસ્ટ એરસ્પેસમાં જોખમ વધતા ભારતીય એરલાઇન્સની છલાંગ, આસિયાન દેશો માટે કનેક્ટિવિટી વધારવાની તૈયારી
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Stock Market Crash:ટ્રમ્પની એક ગર્જના અને દલાલ સ્ટ્રીટમાં ચીસાચીસ: સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ, શું હજી મોટા કડાકાની છે આશંકા?
Exit mobile version