ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
મહારાષ્ટ્રની બજારમાં વેચાતા 5.9% ખાદ્ય પદાર્થ ખાવાને લાયક ન હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. એટલે બજારોમાં મળતા ખાદ્ય પદાર્થ મિલાવટવાળા હોય છે, જે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું કરનારા છે.
આ વિદેશી કંપનીઓ સામેના કેસમાં સુપ્રીમ કોર્ટમાં વેપારીઓની વર્ષની લડાઈ બાદ થયો ભવ્ય વિજય; જાણો વિગત
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટિ ઑફ ઇન્ડિયાએ જાહેર કરેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં 4,742 ખાદ્ય પદાર્થનાં સૅમ્પલ ક્વૉલિટી તપાસવા માટે લેવામાં આવ્યાં હતાં. એમાંથી 279 સૅમ્પલ અસુરક્ષિત અને 633 સૅમ્પલ માનવીને ખાવાલાયક નહીં હોવાનું જણાઈ આવ્યું હતું, તો 125 પ્રોડક્ટ ગ્રાહકોને ખોટી માહિતી આપનારી હતી.