Site icon

ખુશખબર / આ લોકોને નહીં ભરવું પડે ઈનકમ ટેક્સ, બજેટ પહેલા સરકારે આપી આ ગુડ ન્યૂઝ

નિર્મલા સીતારમણ નોકરી કરતા લોકોને ટેક્સમાં કોઈ રાહત આપશે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

Income Tax-Government’s gift to senior citizens before the budget-returns will not have to be filed

ખુશખબર / આ લોકોને નહીં ભરવું પડે ઈનકમ ટેક્સ, બજેટ પહેલા સરકારે આપી આ ગુડ ન્યૂઝ

News Continuous Bureau | Mumbai

Income Tax Slab: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણ નોકરી કરતા લોકોને ટેક્સમાં કોઈ રાહત આપશે કે નહીં તેના પર સૌની નજર રહેશે. પરંતુ બજેટ પહેલા નાણામંત્રીએ વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ આપી છે. તેના માટે નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકોને આપેલા વચનને પૂર્ણ કરતા નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

Join Our WhatsApp Community

ટ્વીટમાં શું કહેવામાં આવ્યું

ટ્વીટ મુજબ, 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, જેમની આવકના સ્ત્રોત તરીકે માત્ર પેન્શન અને બેંક વ્યાજ છે, તેમને રાહત મળશે. આ સિવાય તેમને ઈન્કમ ટેક્સ ભરવાની કોઈ જરૂર રહેશે નહીં. ઈનકમ ટેક્સમાં રાહતને લઈને બજેટ 2022 પહેલા ચર્ચાનો રાઉન્ડ ચાલી રહ્યો છે. નોકરિયાત લોકો ઈનકમ ટેક્સના સ્લેબમાં રાહતની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તે પહેલા વૃદ્ધો માટે સારા સમાચાર આવ્યા છે.

ટેક્સમાં મળશે છૂટ

ટ્વીટમાં નાણા મંત્રાલયે જણાવ્યું કે 75 વર્ષથી વધુ ઉંમરના વડીલોને ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. તે લોકોને રાહત આપવામાં આવશે જેમની આવક પેન્શન અથવા બેંકોના વ્યાજ છે. તેના માટે સરકારે ઈન્કમ ટેક્સ એક્ટમાં એક નવું સેક્શન ઉમેર્યું છે. 75 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને લાભ આપવા માટે, ઈનકમ ટેક્સ અધિનિયમ, 1961ના નિયમોમાં સુધારો કરીને નવી કલમ કલમ 194-P ઉમેરવામાં આવી છે. આ સુધારા અંગે બેંકોને પણ જાણ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  જાણી લેજો / વેચાવવા જઈ રહી છે આ બેંક, મળી અનેક બીડ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે જણાવ્યું છે કે તેના સંબંધિત ફોર્મ અને શરતો માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે ટેક્સના નિયમ 31, નિયમ 31A, ફોર્મ 16 અને 24Qમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. નાણા મંત્રીએ 2022ના બજેટમાં પણ આ અંગે જાહેરાત કરી હતી. હવે જે બેંકમાં વૃદ્ધોનું એકાઉન્ટ હશે, તે જ બેંક તેમની આવક પર જે પણ ટેક્સ હશે તે કાપી લેશે. ટેક્સ રિટર્નમાં મુક્તિ માટે, વરિષ્ઠ નાગરિકોએ ફોર્મ 12BBA ભરીને બેંકમાં સબમિટ કરવું પડશે.

Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Exit mobile version