ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) આગામી એક કે બે દિવસમાં કરદાતાઓને મોટી રાહતની જાહેરાત કરી શકે છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવી શકે છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) કરદાતાઓને પડી રહેલી તકલીફોને ધ્યાનમાં રાખીને રિટર્ન ભરવાની મુદત વધારી શકે છે.
નાણાકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધીમાં 80 લાખ રિટર્ન ભરાઇ ચૂકયા છે, જે 2019-20ના છેલ્લા દિવસ સુધીમાં ભરાયેલ કુલ રિટર્નના લગભગ 8 ટકા છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન ભરવા માટે નવું પોર્ટલ શરૂ કર્યું હતું.
