Site icon

Income Tax Returns 2023-24: વર્ષના અંત પહેલા પ્રથમ વખત આટલા કરોડથી વધુ લોકોએ કર્યું આવકવેરા રિટર્ન ફાઈલ .. જાણો વિગતે…

Income Tax Returns 2023-24: નાણા મંત્રાલયે વર્ષના અંત પહેલા પ્રથમ વખત આવકવેરા રિર્ટનમાં એક મોટુ સીમાચિન્હ હાંસલ કર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સંખ્યામાં નોંધનીય વધારો થયો છે..

Income Tax Returns 2023-24 For the first time before the end of the year, more than so many crore people have filed their income tax returns

Income Tax Returns 2023-24 For the first time before the end of the year, more than so many crore people have filed their income tax returns

 News Continuous Bureau | Mumbai  

Income Tax Returns 2023-24: વર્ષ 2023ના અંત પહેલા નાણા મંત્રાલયને ( Finance Ministry ) આવકવેરા રિટર્નના સંદર્ભે સારા સમાચાર મળ્યા છે. આવકવેરા વિભાગે ( Income Tax Department ) શુક્રવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ( ITR ) સબમિટ કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે પ્રથમ વખત આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આવકવેરા વિભાગે આ માહિતીની પુષ્ટિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરી છે. 

Join Our WhatsApp Community

નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું હતુ કે, કરદાતાઓએ ( Taxpayers ) આકારણી વર્ષ 2022-23 માટે કુલ 7,51,60,817 ITR સબમિટ કર્યા હતા. નોંધનીય છે કે સંસદના શિયાળુ સત્ર ( Parliament Winter Session ) દરમિયાન નાણા રાજ્ય મંત્રીએ લોકસભામાં જણાવ્યું કે ટેક્સ ભરનારા લોકોની સંખ્યા 10 કરોડને વટાવી ગઈ છે. નાણાકીય વર્ષ 2022-23માં કુલ 10.09 પાન કાર્ડ ધારકોએ આવકવેરો ચૂકવ્યો છે. આકારણી વર્ષ 2023-24 માટે 2 ડિસેમ્બર 2023 સુધી કુલ 7.76 કરોડ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા હતા. જે હવે 8 કરોડને વટાવી ગયા છે. એમ પ્રાપ્ત માહિતી અનુસાર જણાવ્યું હતું.

 ભારત સરકારને નવેમ્બર 2023 સુધી IT રિટર્ન દ્વારા 17,45,583 કરોડ રૂપિયા મળ્યા…

આવકવેરા વિભાગે કહ્યું કે આ વિભાગની મોટી ઉપલબ્ધિ છે. આજ સુધીમાં, આકારણી વર્ષ 2023-24 માટે 8 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. 8 કરોડ ITRનો આંકડો પાર કરવામાં અને આ સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરવા બદલ આવકવેરા વિભાગે તમામ કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સનો ( tax professionals ) આભાર માન્યો છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Traffic Police: નવા વર્ષની પૂર્વ સંધ્યા પહેલા ટ્રાફિક નિયમોમાં મોટા ફેરફાર, શહેરના આ માર્ગો પર રહેશે નો પાર્કિંગ.. જાણો વિગતે..

એક અહેવાલ અનુસાર આકારણી વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે મૂલ્યાંકન વર્ષ 2018-19માં દેશમાં કરદાતાઓની સંખ્યા 8,45,21,487 હતી. જે 2019-20માં વધીને 8,98,27,420 થઈ ગઈ છે, અને મૂલ્યાંકન વર્ષ 2020-21માં ઘટીને 8,22 થયો હતો. જે મૂલ્યાંકન વર્ષ 2021-22માં વધીને 8,70,11,926 અને આકારણી વર્ષ 2022-23માં 9,37,76,869 થયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં 10.09 કરોડ કરદાતાઓએ સરકારને ટેક્સ ચૂકવ્યો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Tanishq: ટાટા સમૂહે તનિષ્ક બ્રાન્ડ સ્થાપિત કરવા માટે લડાવી ‘આ’ યુક્તિ
Gold prices: ફરી મૂડમાં આવ્યું સોનું, ચાંદી એ પણ પકડી રફ્તાર,બજાર ખુલતા જ બનાવ્યો નવો રેકોર્ડ, આ રહ્યા તાજા ભાવ
Lenskart IPO: લેન્સકાર્ટ ને આપી સેબીએ આઇપીઓ લાવવાની મંજૂરી, અધધ આટલા કરોડ એકઠા કરશે કંપની
RBI: આરબીઆઈનો આ નિયમ આવતીકાલથી લાગુ, જાણો શું છે ચેક ને લગતો આ નિયમ
Exit mobile version