Site icon News Continuous Bureau | Mumbai

હાશ! એપીએમસી માર્કેટની બે મુદત હડતાળ મુલતવી રહી.. જાણો સંગઠનની મિટિંગમાં શો નિર્ણય લેવાયો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

30 સપ્ટેમ્બર 2020

મહારાષ્ટ્ર સહિત મુંબઈ વાશી ની એપીએમસી માર્કેટના વેપારીઓએ પહેલી ઓક્ટોબરથી બે મુદત હડતાળ પર જવાની જાહેરાત કરી હતી. જે હાલ મોકૂફ રાખી છે.  વેપારીઓ માર્કેટ ફી ની નાબૂદી અને અન્ય ખર્ચ ઘટાડવાની માગણી સંદર્ભે આ હડતાળ કરવાના હતા. જે મુદ્દે આખા રાજ્યની એપીએમસી કમિટીઓના પ્રતિનિધિઓની એક વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટીંગ યોજાઇ હતી. 

 કેન્દ્ર સરકારે, કૃષિ પેદાશો અને ખેડૂતો દ્વારા થતાં કૃષિ પેદાશોના વેચાણને લગતા જે કાયદા પસાર કર્યા હતા તેનો અમલ રાજ્યમાં કરવામાં નહીં આવે. એવી જાહેરાત મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કરી હતી. આથી એપીએમસીના સભ્યોના મનમાં ગૂંચવાડો પેદા થયો હતો. જેને કારણે હાલ હડતાળ મુલતવી રાખી છે..

 રાજ્ય સરકાર સાથે વધુ ઘટાડો ચાલુ રહેશે સાથે જ વેપારી સમાજની સમસ્યાઓનો યોગ્ય નિકાલ આવે તે માટે પણ મહારાષ્ટ્રના બધા વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ જાગૃત છે,  એમ ચેમ્બરના મેમ્બરોએ જણાવ્યું હતું. સાથે વાશી એપીએમસીના ડીલર એસોસીએશન ની માંગ છે કે સરકાર જલ્દીથી જ સામાન્ય માણસો માટે પણ લોકલ ટ્રેન શરૂ કરે જેથી તેઓને આવવા જવાની તકલીફ ન પડે.

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version