ભારત હવે વિશ્વમાં સૌથી વધુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ (ફોરેક્સ) ધરાવતો ચોથો દેશ બની ગયો છે
ભારત સરકારની તિજોરીમાં હવે રૂ. 42 લાખ કરોડનું વિદેશી હુંડિયામણ છે.
નિષ્ણાતોના મતે, ભારત પાસે હાલ 18 મહિના આયાત કરી શકે એટલું વિદેશી હુંડિયામણ છે.
હાલ વિશ્વમાં સૌથી વધુ ફોરેક્સ ચીન પાસે છે. ત્યાર પછી અનુક્રમે જાપાન અને સ્વિત્ઝર્લેન્ડનો નંબર આવે છે. ભારત ચોથા નંબરે પહોંચ્યું.