Site icon News Continuous Bureau | Mumbai

India GDP Data યુદ્ધ, ટ્રમ્પ ટેરિફ… છતાં ભારતીય અર્થતંત્રની મજબૂત સ્પિરિટ; નાણાકીય વર્ષ 26 માં GDP વૃદ્ધિ દર અનુમાન કરતાં સારા આંકડા

India GDP Data કેન્દ્રીય મંત્રાલયે જાહેર કર્યા નાણાકીય વર્ષ 2026ના આંકડા; વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનો વાર્ષિક રીયલ જીડીપી દર 7.7 ટકાની ઊંચાઈએ પહોંચ્યો.

India GDP Data  યુદ્ધ, ટ્રમ્પ ટેરિફ... છતાં ભારતીય અર્થતંત્રની મજબૂત સ્પિરિટ; નાણાકીય વર્ષ 26 માં GDP વૃદ્ધિ દર અનુમાન કરતાં સારા આંકડા

India GDP Data યુદ્ધ, ટ્રમ્પ ટેરિફ... છતાં ભારતીય અર્થતંત્રની મજબૂત સ્પિરિટ; નાણાકીય વર્ષ 26 માં GDP વૃદ્ધિ દર અનુમાન કરતાં સારા આંકડા

News Continuous Bureau | Mumbai

India GDP Data દેશના અર્થતંત્ર માટે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળાના જીડીપી ગ્રોથના સત્તાવાર આંકડા જાહેર થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રએ અપેક્ષા કરતાં ઘણું બહેતર પ્રદર્શન કર્યું છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 202526 માટે ભારતનો રીયલ જીડીપી ગ્રોથ રેટ 7.7 ટકા નોંધાયો છે. જો આ નાણાકીય વર્ષના માત્ર ચોથા ક્વાર્ટર એટલે કે છેલ્લા ત્રણ મહિનાની વાત કરીએ તો આ ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો છે, જે અગાઉના ક્વાર્ટરમાં 8 ટકા પર હતો.

Join Our WhatsApp Channel

India GDP Data : વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે નોમિનલ જીડીપી અને સેક્ટર વાઈઝ ગ્રોથ

નેશનલ સ્ટેટિસ્ટિક્સ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનામાં પૂર્ણ થયેલા આખા નાણાકીય વર્ષ માટે સરકારે અગાઉ ફેબ્રુઆરીમાં 7.6 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવ્યું હતું, જેની સામે વાસ્તવિક આંકડો 7.7 ટકા રહ્યો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક બજારની મંદી અને આર્થિક પડકારો છતાં ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર જાળવી રાખવામાં સફળ રહ્યું છે. આ ગાળા દરમિયાન દેશના નોમિનલ જીડીપીમાં 8.9 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે ખેતીવાડી અને મત્સ્યઉદ્યોગ જેવા પ્રાથમિક ક્ષેત્રોમાં 3.2 ટકાનો ગ્રોથ રહ્યો છે. આ સાથે જ સેકન્ડરી અને ટર્શિયરી ક્ષેત્રોએ અનુક્રમે 8.8 ટકા અને 9.3 ટકાના ઉછાળા સાથે અર્થતંત્રને મજબૂત ટેકો આપ્યો છે.

India GDP Data :દેશની કુલ જીડીપીના કદમાં લાખો કરોડ રૂપિયાનો વધારો

આંકડાકીય મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો, નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો રીયલ જીડીપી વધીને 323.12 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2024-25માં સુધારેલા આંકડા મુજબ 299.89 લાખ કરોડ રૂપિયા હતો. બીજી તરફ, દેશનો નોમિનલ જીડીપી પણ વધીને 346.36 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો છે, જે ગત નાણાકીય વર્ષ દરમિયાન 318.07 લાખ કરોડ રૂપિયા નોંધાયો હતો. આ આંકડાકીય વૃદ્ધિ દર્શાવે છે કે ઉત્પાદન અને સેવાઓ બંને મોરચે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ જ વેગથી આગળ વધી રહી છે.

India GDP Data : મેન્યુફેક્ચરિંગમાં ડબલ ડિજિટ ગ્રોથ અને બેઝ યરમાં મોટો બદલાવ

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મેન્યુફેક્ચરિંગ, વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન, બ્રોડકાસ્ટિંગ, સ્ટોરેજ સેવાઓ તેમજ ફાઇનાન્સિયલ અને રિયલ એસ્ટેટ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સ્થિર અને વર્તમાન બંને ભાવો પર ડબલ ડિજિટ એટલે કે બે આંકડામાં વૃદ્ધિ દર નોંધાયો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જીડીપીના આ નવા અંદાજો ફેબ્રુઆરી 2026માં જાહેર કરાયેલી નવી સિરીઝના આધારે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં જીડીપી ગણતરી માટેના બેઝ યર એટલે કે આધાર વર્ષને બદલીને 2022-23 કરી દેવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, ચોથા ક્વાર્ટરમાં મળેલો 7.8 ટકાનો આ વૃદ્ધિ દર આગામી સમયમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદન અને સેવા ક્ષેત્ર માટે ખૂબ જ સકારાત્મક સંકેત આપે છે.

👉 આ સમાચાર વાચો:
WhatsApp New Feature મેસેજ મોકલીને ડિલીટ કરવાની ઝંઝટ ખતમ, વોટ્સએપ પર આવી રહ્યું છે મોટું ફીચર; જાણી લો કેવી રીતે કરશે કામ

Sachin Vaze Bail Stay સચિન વાઝેની મુશ્કેલીઓ વધી જામીન મળ્યા છતાં જેલવાસ યથાવત, હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો
Asian Games India Gold Rush એક જ દિવસમાં ૪ ગોલ્ડ મેડલ તીરંદાજીમાં ભારતની ગોલ્ડન હેટ્રિક, શૂટિંગમાં પણ સુવર્ણ નિશાન
INDIA Alliance Meeting Attendees List ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ કોણ થયું સામેલ? કોંગ્રેસે જાહેર કરી સમગ્ર યાદી
Dubai Tel Aviv Flight Emergency હાઇજેકિંગની આશંકા વચ્ચે વિમાનનું સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ, દુબઈથી ઇઝરાયલ જઈ રહી હતી ફ્લાઇટ
Exit mobile version