ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ભારતીય અર્થતંત્ર રિકવરીના પંથે છે પરંતુ નવા વેરિયેન્ટની વૈશ્વિક અસર સામે ભારતીય અર્થતંત્ર સામનો કરી શકે એમ નથી એમ દાસ બેઠક બાદ પત્રકારોને વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે હાલમાં અર્થતંત્રો ખુલી રહ્યા છે આર્થિક પ્રવૃત્તિઓ કોરોના પહેલાના સ્તરે પહોંચી રહી છે. પરંતુ નવેસરના કોરોના વેરિયેન્ટ તથા પૂરવઠા સાંકળમાં ચાલુ રહેલી ખેંચે આઉટલુક સામે અનિશ્ચિતતા ઊભી કરી છે. રેપો રેટ યથાવત રાખવાનો ર્નિણય કમિટિના સભ્યોએ સર્વોનુમતે લીધો હતો જ્યારે એકોમોડેટિવ પોલિસી સ્ટાન્સ ચાલુ રાખવાનો ર્નિણય પાંચ વિરુદ્ધ એકથી લેવાયો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર ૮.૪૦ ટકા રહ્યો હતો પરંતુ કોરોનાના નવા વેરિયેન્ટ રિકવરીને મંદ પાડી શકે છે, તેવી ચિંતા પ્રવર્તી રહી છે. ઓમિક્રોન કોરોનાવાઈરસ વેરિયન્ટના ભય વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ આજે સતત નવમી વખત રેપો રેટ તથા રિવર્સ રેપો રેટ યથાવત રાખવાનો ર્નિણય કર્યો હતો. એમપીસીએ એકોમોડેટિવ વલણ પણ જાળવી રાખ્યું હતું. વર્તમાન નાણાં વર્ષનો આર્થિક વિકાસ દરનો અંદાજ ૯.૫૦ ટકા યથાવત રાખી રિઝર્વ બેન્કે રિટેલ ફુગાવો ૫.૩૦ ટકા રહેવા ધારણાં મૂકી છે. ઓકટોબર બેઠકમાં રિઝર્વ બેન્કે પોતાની હળવી નાણાં નીતિને ફરી સખત બનાવવાના સંકેત આપી દીધા હતા, પરંતુ કોરોનાના નવા વેરિયેન્ટને ધ્યાનમાં રાખી આરબીઆઈએ હળવી નાણાં નીતિ ચાલુ રાખવાની ફરજ પડી છે. રેપો રેટ હાલમાં ૪ ટકા છે જ્યારે રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા છે. ભારતનું અર્થતંત્ર તેના ઊંડા સંકોચનમાંથી બહાર આવી ગયું છે અને કોરોના સામે લડત આપવા આપણે સારી રીતે સજ્જ છીએ એમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. ૨૦૨૦માં કોરોનાને કારણે અર્થતંત્રમાં મંદીને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે ૨૨મી મેની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો, ત્યારબાદ વ્યાજ દરમાં કોઈ ફેરબદલ કરાયો નથી. અર્થતંત્રમાં મંદી અને આર્થિક પ્રવૃત્તિમાં થઈ રહેલા સુધારા, ખાસ કરીને ખાનગી ઉપભોગમાં વૃદ્ધિને નજરમાં રાખી લાંબા ગાળાની સજ્જડ રિકવરીને ટેકો પૂરો પાડવા નીતિવિષયક ટેકો પૂરો પાડવાનું આવશ્યક બની રહે છે, એમ દાસે જણાવ્યું હતું. ખાનગી ઉપભોગનું સ્તર હજુ પણ કોરોના પહેલાના સ્તર કરતા નીચું છે.
રિઝર્વ બેંક ઓફ ઇંડિયા નું મોટું પગલું. બેન્કોને પૂર્વ મંજૂરી વગર તેમની વિદેશી બ્રાન્ચોમાં મૂડી ઠાલવવા અને નફાને પરત લાવવાની મંજૂરી અપાશે.
