Site icon News Continuous Bureau | Mumbai

ઇકૉનૉમી મજબૂત કરવા નિર્મલા સીતારામનની નવી ફૉર્મ્યુલા : બૅન્કો સંદર્ભે આ મોટી વાત કરી

GST not applicable to these BHIM-UPI transactions, check details

શું તમે UPI થી કરો છો લેવડ-દેવડ? તો મળી મોટી ખુશખબરી, મોદી સરકારે બજેટ પહેલા જ માફ કર્યો આ ટેક્સ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર 
 ભારતીય બૅન્ક ઍસોસિયેશનની વાર્ષિક જનરલ બેઠકનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકને સંબોધતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે આર્થિક વિકાસની ગતિ વધારવા માટે દેશને SBI જેવી 4 કે 5 મોટી બૅન્કોની જરૂર છે. દેશનું અર્થતંત્ર નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે અને જે રીતે ઇન્ડસ્ટ્રી નવી વસ્તુઓ અપનાવી રહી છે, એના કારણે ઘણા પડકારો ઊભા થયા છે. આ પડકારોનો સામનો કરવા અને ઉદ્યોગ જગતની જરૂરિયાતોને પહોંચી વળવા માટે માત્ર નવી જ નહીં, પરંતુ મોટી બૅન્કોની પણ જરૂર છે. આ પ્રસંગે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડ, SBIના ચૅરમૅન દિનેશકુમાર ખારા સહિત તમામ બૅન્કોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોરીવલીના વેપારીઓએ આખરે કરી દેખાડ્યું : સ્કાયવૉકનું કામ બંધ; જાણો વિગત 

Join Our WhatsApp Channel

 કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને વધુમાં કહ્યું હતું કે અર્થતંત્ર અને ઉદ્યોગમાં તાજેતરના ફેરફારોની પૃષ્ઠભૂમિમાં બદલાયેલી વાસ્તવિકતાઓને પહોંચી વળવા માટે આપણે બૅન્કિંગ ક્ષેત્રને વિસ્તૃત કરવાની જરૂર છે. બૅન્કો ઝડપી બનવાની જરૂર છે. તેઓએ દરેક એન્ટરપ્રાઇઝની જરૂરિયાતને સમજવી પડશે, જેથી $ 400 બિલિયનનું નિકાસલક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. નાણામંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય સંપત્તિ  પુનર્ગઠન કંપની (NARCL)ને 'બૅડ બૅન્ક' ન કહેવી જોઈએ, કારણ કે એને અમેરિકામાં કહેવામાં આવે છે. 

સભાને સંબોધતાં નાણાં રાજ્યમંત્રી ડૉ.ભાગવત કરાડે જણાવ્યું હતું કે અર્થતંત્રને કોવિડ સંકટમાંથી બચાવવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા 'આત્મનિર્ભર ભારત' સહિતના વિવિધ નાણાકીય રાહત પૅકેજોનો લાભ લેવામાં જાહેર ક્ષેત્રની બૅન્કોની ભૂમિકા સરાહનીય છે. વધુમાં કહ્યું કે તમામ જાહેર ક્ષેત્રની બૅન્કોએ ‛Ease 3.0 અને 4.0’ સુધારાઓને આધુનિક બનાવવા અને અમલમાં મૂકવા માટે ખાસ પ્રયત્નો કરવા પડશે.

Supreme Court On UPI Charges ૧૫ ઓક્ટોબરથી UPI પર ચાર્જ લાગુ થશે કે નહીં? સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપવાનો કર્યો ઈનકાર, ૪ અઠવાડિયા પછી શું થશે?
October 2026 Rules Change ૧ ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે દેશમાં મોટા નાણાકીય નિયમો LPG સિલિન્ડર, બેંકિંગ અને FD દર પર થશે સીધી અસર!
One Crore Retirement Corpus નિવૃત્તિનું ટેન્શન દૂર ૧ કરોડના રિટાયરમેન્ટ કોર્પસમાંથી ૨૫ વર્ષ સુધી નિયમિત આવક મેળવવાની સ્માર્ટ રીત
Supreme Court UPI Charge Plea યુપીઆઈ ચાર્જ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, તાત્કાલિક સ્ટે આપવાનો ઈનકાર કરી કેન્દ્ર અને NPCI ને નોટિસ ફટકારી
Exit mobile version