Site icon

Business / ભારત-પાકિસ્તાન વચ્ચે અબજો ડોલરનો થયો વેપાર, સરકારે આપી જાણકાર

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર સત્તાવાર રીતે ભલે બંધ હોય, પરંતુ એપ્રિલ અને ડિસેમ્બર 2022 વચ્ચે બંને દેશો વચ્ચે કુલ 1.35 બિલિયન ડોલરનો વેપાર થયો હતો

India-Pakistan trade stood at USD 1.35 billion during April-December 2022

Business / ભારત-પાકિસ્તાન વચ્ચે અબજો ડોલરનો થયો વેપાર, સરકારે આપી જાણકાર

News Continuous Bureau | Mumbai

India-Pakistan Trade: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર સત્તાવાર રીતે ભલે બંધ હોય, પરંતુ એપ્રિલ અને ડિસેમ્બર 2022 વચ્ચે બંને દેશો વચ્ચે કુલ 1.35 બિલિયન ડોલરનો વેપાર (India-Pakistan Trade) થયો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ (Anupriya Patel) એ લોકસભામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપાર અંગે માહિતી આપતા લેખિત જવાબ આપ્યો છે. તેમણે સંસદને જણાવ્યું છે કે, એપ્રિલ-ડિસેમ્બર 2022માં બંને દેશો વચ્ચે કુલ 1.35 બિલિયન ડોલરનો વેપાર થયો છે, જે નાણાકીય વર્ષ 2021-22માં 516.36 મિલિયન ડોલરથી લગભગ બમણો છે. તેની સાથે તેમણે ચીન સાથે ભારતના વેપારના આંકડાનો હિસાબ પણ સંસદમાં રજૂ કર્યો હતો. ભારત અને ચીન વચ્ચે એપ્રિલ-ડિસેમ્બર 2022માં કુલ 87 બિલિયન ડોલરનો વેપાર થયો છે.

Join Our WhatsApp Community

ભારત પાકિસ્તાન વચ્ચે વેપાર વધ્યો

ભારત-પાકિસ્તાન વેપારની વાત કરીએ તો વર્ષ 2019 પછી બંને દેશો વચ્ચે વેપારમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને સત્તાવાર રીતે ભારત સાથે વેપાર બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ આ પહેલીવાર છે જ્યારે બંને દેશો વચ્ચે વેપારમાં વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો : RILનું નવું વેન્ચર / મુકેશ અંબાણીની કંપનીએ લોન્ચ કર્યું ઈથેનોલ મિક્સ પેટ્રોલ, શું ઓછા થશે ભાવ?

વર્ષ 2019-20 માં કેટલો વેપાર થયો

વર્ષ 2019માં કલમ 370 હટાવ્યા બાદ બંને દેશો વચ્ચેનો વેપાર લગભગ બંધ થઈ ગયો હતો. નાણાકીય વર્ષ 2020-21માં માત્ર 329.26 મિલિયન ડોલરનો વેપાર થયો હતો. જ્યારે વર્ષ 2019-20માં તે 830.58 અબજ ડોલર હતો. નાણાકીય વર્ષ 2021-22માં તે 516.36 મિલિયન ડોલર થઈ ગયો હતો. તે જ સમયે, એપ્રિલ-ડિસેમ્બર 2022 સુધીમાં તે વધીને 1.35 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછીથી બંને દેશો વચ્ચે સત્તાવાર રીતે વેપાર બંધ છે. જો કે, થોડો ઘણો વેપાર બંને દેશો વચ્ચે થતો રહે છે. તેના આ આંકડા પુરાવા છે

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version