Site icon News Continuous Bureau | Mumbai

કોરોના કાળમાં મંદીનો માર સહન કરી રહેલી ભારત સરકાર માટે સારા સમાચાર, વિદેશી રોકાણમાં 16 ટકાનો વધારો

 ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
21 ઓક્ટોબર 2020
કોરોના મહામારીના કારણે મંદીની માર સહન કરી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા માટે એક સારા સમાચાર છે. દેશમાં ચાલુ નાંણાકિય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન એફડીઆઈ એટલે કે પ્રત્યક્ષ વિદેશી રોકાણ 16 ટકાથી  વધીને 27.1 અબજ ડોલર રહ્યું છે. વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કમાણી પાછળના રોકાણ સહિત કુલ FDI 13 ટકા વધીને 35.73 અબજ ડોલરે પહોંચ્યું છે. જે ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન દેશમાં 23.35 અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું. મંત્રાલયના નિવેદન અનુસાર, કોઈપણ નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં આ અત્યાર સુધીનું સૌથી વધારે વિદેશી રોકાણ છે અને 2019-20ના પ્રથમ પાંચ મહિનાની તુલનામાં તે 13 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ પાંચ મહિનામાં તે 31.60 અબજ ડોલર હતું. કુલ એફડીઆઈ પ્રવાહ 2008થી 2014માં 231.37 અબજ ડોલરની તુલનામાં 2014થી 2020માં 55 ટકા ઉછળીને 358.29 અબજ ડોલર રહ્યું હતું.

Join Our WhatsApp Channel

વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટર પર લખ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ માટે ભારત એક પસંદગીનું સ્થળ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં FDI 55 ટકા વધ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન કોવિડ-19 સંકટ છતાં એફડીઆઇના પ્રવાહમાં 13 ટકાનો વધારો થયો છે. કોઈ એક નાણાકીય વર્ષના પહેલા પાચ મહિનામાં તે સર્વાધિક છે.

Car Insurance Rule કાર ઇન્સ્યોરન્સના નિયમો બદલવાની તૈયારી એજન્ટ કમિશન ઘટશે અને ડિજિટલ વિકલ્પો વધશે, શું પ્રીમિયમ સસ્તું થશે?
Import Duty On Edible Oils ખાદ્ય તેલમાં ૧ વર્ષમાં ૨૦% ભાવવધારા બાદ સરકાર એક્શનમાં; તહેવારો પહેલાં ભાવમાં મોટી રાહત
Three Days Bank Holiday બેંક યુનિયનોની હડતાળ, સળંગ ૩ દિવસ બેંકો બંધ રહેશે; જરૂરી કામો આજે જ પતાવી લો!
Gautam Adani Richest Indian દેશના સૌથી મોટા અમીર બન્યા ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પછાડી ફરી નંબર૧ નો તાજ મેળવ્યો, જાણો સંપત્તિમાં કેટલા આગળ નીકળ્યા!
Exit mobile version