ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
આરબ દેશોને ખાદ્યપદાર્થો સપ્લાય કરતા ૨૨ દેશોમાં બ્રાઝિલની નિકાસનો ૮.૧૫ ટકા હિસ્સો હતો, પરંતુ ભારતે ૨૦૨૦માં ૮.૨૫ ટકા બજાર કબ્જે કરીને છેલ્લા ૧૫ વર્ષમાં પ્રથમ વખત આરબ દેશોને સૌથી વધારે ખાદ્યચીજાેની સપ્લાય કરનાર દેશ બન્યો છે. આ અગાઉ બ્રાઝિલના જહાજાે એક મહિનામાં સાઉદી અરેબિયા પહોંચતા હતા, હવે તેમને પહોંચવામાં બે મહિના લાગે છે, જ્યારે ભારત તેની ખૂબ નજીક હોવાથી ત્યાં માત્ર એક અઠવાડિયામાં ફળો, શાકભાજી, ખાંડ, અનાજ સહિત ખાદ્યચીજાે પહોંચાડતું હતુ. આરબ-બ્રાઝિલિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ગત વર્ષે કોરોના મહામારીને કારણે વૈશ્વિક વ્યાપાર ખોરવાયો હતો અને તેના કારણે વર્ષ ૨૦૨૦માં આરબ અને બ્રાઝિલના વેપારમાં ભારે ઘટાડો થયો છે. ઉપરાંત કોરોના મહામારી દરમિયાન ચીને આરબ દેશોમાં તેના ખાદ્ય ઉત્પાદનોની ઉપલબ્ધતા પણ વધારી દીધી હતી, જેના કારણે આ ક્ષેત્રમાં બ્રાઝિલના બિઝનેસને ભારે ફટકો પડયો છે. ભારત, તુર્કી, અમેરિકા, ફ્રાન્સ, આજેર્ન્ટિના જેવા તેના પરંપરાગત શિપિંગ રૂટમાં વિક્ષેપને કારણે બ્રાઝિલે તેનું મેદાન ગુમાવ્યું અને ભારતને તેનો પરોક્ષ લાભ મળ્યો છે.આરબ-બ્રાઝિલિયન ચેમ્બર ઓફ કોમર્સના તાજેતરના એક અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૦માં આરબ દેશોને ખાદ્યપદાર્થોની નિકાસ કરવામાં ૧૫ વર્ષ બાદ બ્રાઝિલને પછાડી ભારત ટોચના સ્થાને પહોંચ્યુ છે. આ અગાઉ બ્રાઝિલ પ્રથમ ક્રમે હતુ.
ડબલ્યુએચઓ ના મતે જેમને કોરોના થઈ ચુક્યો હોય તેમને ઓમિક્રોનનું જાેખમ વધુ