Site icon

આનંદો! ટૂંક સમયમાં સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, સરકાર ભરી રહી છે આ મોટું પગલું; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 24 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર  

 ઈંધણના ભાવને અંકુશમાં લેવા માટે ભારતે જાપાન, યુએસ સહિત કેટલાક મોટા અર્થતંત્ર ધરાવતા દેશો સાથે મળીને અનોખો રસ્તો અપનાવવાની તૈયારી કરી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ આ દેશોએ તેમના ઇમરજન્સી રિઝર્વમાંથી ક્રૂડ ઓઈલ કાઢવાનો નિર્ણય લીધો છે. 

આ અંતર્ગત ભારત સરકાર પણ તેના ભંડારમાંથી 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલ બહાર કાઢશે.

આ અનામતની પછી બજારમાં વેચાણ મેંગ્લોર રિફાઇનરી અને પેટ્રો-કેમિકલ્સ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું આગામી 7 થી 10 દિવસમાં જ લેવામાં આવી શકે છે. સરકાર આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે મોદી સરકારે દિવાળી પહેલા પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી. જે બાદમાં અનેક રાજ્ય સરકારોએ પણ વેટના દરમાં ઘટાડો કરીને રાજ્યના લોકોને રાહત આપી હતી.

Gold Price Drop: સોનાના ભાવમાં મોટો ધડાકો! રેકોર્ડ હાઈથી સીધું ₹૨૮,૦૦૦ સસ્તું થયું સોનું; જાણો આજના લેટેસ્ટ ભાવ અને ઘટાડાનું કારણ.
Share Market Crash: શેરબજારમાં ‘બ્લેક થર્સડે’: ખુલતાની સાથે જ સેન્સેક્સ ૧૯૫૩ પોઈન્ટ કકડભૂસ, રોકાણકારોના લાખો કરોડ રૂપિયા પળવારમાં સાફ.
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Airlines Seat Booking Rules: પ્લેનમાં મનપસંદ સીટ બુક કરાવવી હવે થશે સસ્તી, એરલાઈન્સ કંપનીઓ મનફાવે તેમ વસૂલી નહીં શકે ચાર્જ; જાણો નવા નિયમો.’
Exit mobile version