Site icon

Indian Banks : બેંકો પાસે રૂ. 42 હજાર કરોડ દાવા વગરના; કોના પૈસા કોને ખબર…

Indian Banks : ભારતની બેન્કોમાં હજારો કરોડ રૂપિયા દાવા વગરના પડ્યા છે. બેંકોને ખબર નથી કે આ પૈસા કોના છે, લોકો ખાતું ખોલાવીને પૈસા મૂકીને ભૂલી ગયા છે….

Indian Banks have 42000 Cr Rupees unclaimed

Indian Banks have 42000 Cr Rupees unclaimed

News Continuous Bureau | Mumbai  

Indian Banks : માર્ચ 2023 ના અંત સુધીમાં, બેંકોમાં થાપણો તરીકે 42,272 કરોડ રૂપિયા દાવા ( Unclaimed Money ) વગરના પડ્યા છે. RBIએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે. સંસદમાં આવેલી રિપોર્ટ મુજબ આ આંકડો ખૂબ મોટો છે. એક સમયે બેંકમાં ખાતું કઈ રીતે ખોલાવવું તેના ફાંફા હતા, હવે એ પરિસ્થિતિ આવી ગઈ છે કે લોકો બેંકમાં ખાતું ( Bank Account ) ખોલાવીને પોતાના પૈસા ભૂલી ગયા છે.  આ સૂચિમાં સૌથી વધુ વરિષ્ઠ નાગરિકો ( Senior Citizens ) સામેલ છે.  મોટી ઉંમરને કારણે તેમજ ઉંમર ગત શારીરિક તકલીફોને કારણે તેઓ પોતાના પૈસા બેંકમાં રાખી મૂકે છે અથવા પૈસા સંદર્ભે તેઓ કોઈ નિર્ણય લઇ શકતા નથી.  ઘણા કેસમાં એવું થયું છે કે વરિષ્ઠ નાગરિકો બેંકના ખાતાની વિગતો ભૂલી જાય છે. 

Join Our WhatsApp Community

 આ ઉપરાંત આકસ્મિક મૃત્યુ,  મેડિકલ ઇમરજન્સી તેમજ કાયદાકીય લડાઈને કારણે બેંકમાં પૈસા અટવાઈ જાય છે. અમુક વખત નોકરીને કારણે એક થી બીજા સ્થાન પર સ્થાનાંતરિત થઈ ગયા પછી બીજા રાજ્યમાં રહેલી બેંકમાં પૈસા અટવાઈ જાય છે.  આવા પ્રકારે અનેક કારણોસર બેંકમાં પૈસા વર્ષો સુધી પડ્યા રહે છે. 

 આજના ડિજિટલ યુગમાં લોકો પોતાના પૈસા એક્સેસ કરી શકતા નથી તે ચિંતાનો વિષય છે.  આ ઉપરાંત દેશમાં કરોડો બેંક ખાતા છે આથી અમુક લાખ લોકો જો પોતાની  નાની રકમ પણ બેંકમાં  ભૂલી જાય તો 150 કરોડના દેશમાં તે આંકડો ગણો મોટો થઈ જાય છે. 

જોકે છેલ્લા 10 થી 15 વર્ષમાં બેન્કિંગ સેક્ટરમાં ઘણા મોટા ફેરફાર આવ્યા છે જે મુજબ પેનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાનું શક્ય બન્યું છે.  આ કરવાથી જે તે વ્યક્તિને શોધવો અને તેને તેના પૈસા પાછા આપવા આસાન થઈ પડે છે.  પરંતુ અનેક લોકો કેવાયસી ની પ્રક્રિયા પૂરી કરતા નથી. જેને કારણે તેમના બેન્ક એકાઉન્ટ ફ્રીજ થઈ જાય છે અને ત્યારબાદ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર વ્યક્તિ પણ કોઈ જાતનો રસ લેતો નથી.  આવા અનેક કારણોથી બેંકમાં હજારો કરોડ રૂપિયા અટવાઈ ગયા છે.  આ પૈસા બેંક પોતે વાપરી શકતી નથી તેમ જ આ પૈસાનો માલિક પણ તે પૈસા વાપરતો નથી. 

આ સમાચાર પણ વાંચો :  Uttar Pradesh: પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના સંભલમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ પોતાના પોર્ટલ પર દાવા વગરના પૈસા પાછા મેળવવા માટે પ્રક્રિયા શરૂ કરી છે. ઉદગમ નામના આ પોર્ટલથી લોકો પોતાના પૈસા પરત મેળવી શકે છે. પરંતુ તેની પ્રક્રિયા શું છે તેમજ ઓનલાઈન રીતે આ કાર્યવાહી કઈ રીતે પાર પાડવી તે સંદર્ભે કોઈની પાસે નક્કર માહિતી નથી. આ કારણથી કાયદાકીય જટિલતાને કારણે અનેક લોકો પોતાના પૈસા ભૂલી જવા તૈયાર છે. 

 

India-EU Trade Deal Final: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પૂર્ણ, લક્ઝરી કાર, દવા અને વાઈનના ભાવમાં થશે ધરખમ ઘટાડો.
Gold, Silver Prices Today: ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! એક જ દિવસમાં ₹૨૩,૦૦૦ સુધીનો વધારો; અમદાવાદ-મુંબઈના ઝવેરી બજારમાં ખળભળાટ
India-EU Trade Deal 2026: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી, જાણો કેવી રીતે આ ડીલ ભારતીય અર્થતંત્રનો ચહેરો બદલી નાખશે.
US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
Exit mobile version