Site icon News Continuous Bureau | Mumbai

Indian Billionaire List: ભારતીય અબજોપતિ પ્રમોટર્સની સંધ્યા 21% થી વધી 152ના રેકોર્ડ સ્તરે: આ ટોપના ધનાઢ્યના સંયુક્ત નેટવર્થમાં થયો ઘટાડો: અહેવાલ…

Indian Billionaire List: અબજોપતિઓ એટલે કે $1 બિલિયનથી વધની સંપત્તિ ધરાવતા દેશના લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સની સંખ્યા પણ 21% થી વધીને 152ના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. તેમની કુલ સંપત્તિ વર્ષ 2022ની તુલનામાં 16.2% વધારો થઈ ગયો છે.

Indian Billionaire List India's billionaire promoters tally surges 21% to record 152 Combined net worth of top tycoons falls Report

Indian Billionaire List India's billionaire promoters tally surges 21% to record 152 Combined net worth of top tycoons falls Report

News Continuous Bureau | Mumbai

Indian Billionaire List: 2023માં માત્ર શેરનું મૂલ્ય જ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, એટલું જ નહીં, અબજોપતિઓ ( Billionaires ) એટલે કે $1 બિલિયન (8,300 કરોડ રૂપિયા) થી વધુની સંપત્તિ ધરાવતા દેશના લિસ્ટેડ કંપનીઓના ( Listed company ) પ્રમોટર્સની સંખ્યા પણ 21% થી વધીને 152ના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. તેમની કુલ સંપત્તિ ( Net worth ) વર્ષ 2022ની તુલનામાં 16.2% વધારા સાથે $858.3 બિલિયન (આશરે રૂ. 71.5 લાખ કરોડ) થઈ ગઈ છે.  

Join Our WhatsApp Channel

પ્રાપ્ત માહિતી મુજબ, આ ગણતરી તેમના પરિવારની કંપનીઓમાં હિસ્સેદારીના બજાર મૂલ્ય અનુસાર કરવામાં આવી છે. 2022માં 126 અબજોપતિ પ્રમોટર્સ આ યાદીમાં સામેલ હતા, જેમની કુલ સંપત્તિ $739 બિલિયન (આશરે રૂ. 61.6 લાખ કરોડ) હતી. આ સમયગાળા દરમિયાન પરિવારની માલિકીની તમામ કંપનીઓના પ્રમોટરોની સંપત્તિમાં 15.5%નો વધારો થયો છે. નેટવર્થની દ્રષ્ટિએ મુકેશ અંબાણી ( Mukesh Ambani )  દેશના સૌથી ધનિક પ્રમોટર બની ગયા છે.

એક અહેવાલ મુજબ, નોંધનીય છે કે, ભારતના ટોચના-2 સૌથી ધનાઢ્ય લોકોમાં – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી ( Gautam Adani ) – 2023માં તમામ અબજોપતિ પ્રમોટરોની સંયુક્ત કુલ સંપત્તિનો ( Wealth ) 25.5% હિસ્સો ધરાવે છે, જેમાં 2023માં મુકેશ અંબાણીની સંપત્તિ વાર્ષિક ધોરણે 4.7% વધીને 9.28 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે બીજી તરફ ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે 28.7 ટકાનો ઘટાડો થયો હતો.

 જાણો આ યાદીમાં બીજા કોને કોને સ્થાન મળ્યું…

એક અહેવાલ મુજબ, HCL ટેકના શિવ નાદર ( Shiv Nadar ) એવન્યુ સુપરમાર્ટ્સના રાધાકિશન દામાણીને ( Radhakishan Damani ) પાછળ છોડીને 2023માં ભારતના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. 2022માં નાદરની નેટવર્થ $21.75 બિલિયનથી 34.9% વધીને $29.3 બિલિયન થઈ હતી. જ્યારે દમાણીની નેટવર્થ 2023માં ઘટીને $24 બિલિયન થવાની ધારણા છે.

આ સમાચાર પણ વાંચો : Health Ministry : નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું – નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન હેઠળ સિકલ સેલ રોગ માટે 1 કરોડથી વધુની તપાસ કરવામાં આવી

તેમ જ વિપ્રોના અઝીમ પ્રેમજી ગયા વર્ષે $21.8 બિલિયનની નેટવર્થ સાથે પાંચમા સૌથી ધનિક ભારતીય તરીકે ઉભરી આવ્યા હતા, જે તેમની 2022ની નેટવર્થ કરતાં 9.1% વધુ છે. બિઝનેસ સ્ટાન્ડર્ડની યાદીમાં અન્ય નોંધપાત્ર શ્રીમંત ભારતીયોમાં શાહી પ્રમોટર્સ માલવ દાની, અમૃતા વકીલ અને એશિયન પેઇન્ટ્સના મનીષ ચોક્સી પણ સ્થાન ધરાવે છે; સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના દિલીપ એસ સંઘવી; ભારતી એરટેલના સુનીલ મિત્તલ; JSW ગ્રુપના સજ્જન જિંદાલ; અને રાહુલ બજાજ ગ્રુપના રાજીવ અને સંજીવ બજાજ પણ સ્થાન ધરાવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માત્ર જિંદાલ પરિવાર જ નહીં, 2023માં IPO ની તેજીને કારણે અબજોપતિઓની યાદીમાં ચાર નવા પ્રમોટરો પણ ઉમેરાયા છે – જેમાં મેનકાઇન્ડ ફાર્માના રમેશ ચંદ જુનેજા; સેલો વર્લ્ડના પ્રદીપ જી રાઠોડ, RR કેબલના ત્રિભુવનપ્રસાદ કાબરા, અને સિગ્નેચર ગ્લોબલના પ્રદીપ કુમાર અગ્રવાલ પણ આ યાદીમાં સામેલ થયા છે.

Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
UPI Transactions Drop MDR Impact ૧૫ ઑક્ટોબર પહેલાં જ UPI પર સંકટના વાદળો? ટ્રાન્ઝેક્શનમાં ૧.૮% નો ઘટાડો જાણો MDR ચાર્જનો અસલ પ્રભાવ
India US Trade Deal ભારતયુએસ ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ? પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં ફરી થઈ શકે છે સીધી વાતચીત
Exit mobile version