Site icon

ખૂબ જ કામનું – શું તમે રેલવેમાં મુસાફરી કરો છો- ફક્ત 1 રૂપિયામાં મળે છે અધધ આટલા લાખનો વીમો- શું તમે આ યોજનાનો લાભ લીધો

News Continuous Bureau | Mumbai

Irctc Travel Insurance Coverage: જો તમે ભારતીય રેલવેમાં(Indian Railways) મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે કારણ કે ભારતીય રેલવે(Indian Railways) મુસાફરોને ઘણી સુવિધાઓ આપે છે. જેમાંથી કેટલાક મુસાફરોને સુવિધા વિશે ખબર નથી. આવી જ એક યોજના વીમા કવચની છે. હા, ભારતીય રેલવે તેના મુસાફરોને ખૂબ જ ઓછી કિંમતે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ(Travel Insurance) આપે છે, પરંતુ ઘણા લોકો તેનો લાભ લેતા નથી. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારે આ સુવિધા વિશે જાણવું જ જોઈએ. તમે આ વીમો કેવી રીતે મેળવી શકો છો? તમને આ વીમો ક્યારે મળશે? ચાલો જાણીએ…

Join Our WhatsApp Community

ટ્રાવેલ ઈન્શ્યોરન્સ જરૂર લો

ભારતીય રેલવે તેના મુસાફરોને ખૂબ જ સસ્તા દરે વીમો આપે છે. રેલવેની માહિતી મુજબ જ્યારે તમે રેલવેની વેબસાઈટ, એપ અથવા કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મ(Online platform) દ્વારા ટિકિટ બુક કરો છો, તો ત્યાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો ઓપ્શન દેખાય છે. અહીં તમને 1 રૂપિયા કે તેનાથી ઓછા ખર્ચમાં વીમો લેવાની સુવિધા આપવામાં આવે છે. મોટાભાગના લોકો ટિકિટ બુક(Ticket booking) કરાવતી વખતે તેને ધ્યાનમાં રાખતા નથી અને આ વીમાનો લાભ લઈ શકતા નથી. આવી સ્થિતિમાં જો તમે ભારતીય રેલવેની ટિકિટ બુક કરો છો, તો ચોક્કસપણે આને ધ્યાનમાં રાખો.

આ સમાચાર પણ વાંચો : LIC આપી રહી છે 20 લાખ રૂપિયા ની લોન- મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યાં છે લાભ- તમે લીધો કે નહીં- અત્યારે જ કરો એપ્લાય

બુકિંગ કરતા સમયે રાખો ધ્યાન

જ્યારે પણ તમે ટ્રેનની ટિકિટ બુક કરો છો, ત્યારે તમારે એક નાની વાતનું ધ્યાન રાખવું પડશે. તમે એપ પર સ્લીપર અથવા જે પણ કોચમાં રિઝર્વેશન કરાવો છો, તેના પર આ વીમો ઉપલબ્ધ છે. જો તમે ઓફલાઇન રિઝર્વેશન(Offline Reservation) કરાવો છો, એટલે કે તમે રેલવે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ બુક કરશો, તો ફોર્મમાં વીમો કરાવવાનો વિકલ્પ હોય છે.

કેટલુ પેમેન્ટ મળે છે

જો મુસાફરી દરમિયાન કોઈ મુસાફરનું મૃત્યુ થાય છે, તો વીમા કંપની તેના પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ જ ઘટનામાં મુસાફર સંપૂર્ણ રીતે વિકલાંગ બને તો તેને 10 લાખ રૂપિયાની રકમ આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે. જો યાત્રી ટ્રેન દુર્ઘટનામાં આંશિક રીતે અક્ષમ થઈ જાય તો વીમા કંપની દ્વારા 7 લાખ 50 હજાર રૂપિયાનું પેમેન્ટ આપવામાં આવે છે. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે અને જો પેસેન્જરને સહેજ ઇજા થાય તો વીમા કંપની દ્વારા 10,000 રૂપિયા ચૂકવવામાં આવે છે.

 

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version