Site icon

Indians: ઘરે પૈસા મોકલવામાં ભારતીયો પહેલા નંબરે, 111 બિલિયન ડોલરના મની ઓર્ડરથી NRI ભરી રહ્યા છે સરકારની તિજોરી 

ભારતીયો કોઈપણ દેશમાં સ્થાયી થઈ શકે છે પરંતુ ભારત સાથેના તેમના સંબંધો ક્યારેય ખતમ થતા નથી. વિદેશી ભારતીયો દ્વારા વતન મોકલવામાં આવેલા ડોલરની સંખ્યાથી આ સાબિત થાય છે

Indians ઘરે પૈસા મોકલવામાં ભારતીયો પહેલા નંબરે, 111 બિલિયન ડોલરના મની ઓર્ડરથી NRI ભરી રહ્યા છે સરકારની તિજોરી 

Indians ઘરે પૈસા મોકલવામાં ભારતીયો પહેલા નંબરે, 111 બિલિયન ડોલરના મની ઓર્ડરથી NRI ભરી રહ્યા છે સરકારની તિજોરી 

News Continuous Bureau | Mumbai

ભારતીયો કોઈપણ દેશમાં સ્થાયી થઈ શકે છે પરંતુ ભારત સાથેના તેમના સંબંધો ક્યારેય ખતમ થતા નથી. વિદેશી ભારતીયો દ્વારા વતન મોકલવામાં આવેલા ડોલરની સંખ્યાથી આ સાબિત થાય છે. પ્રવાસી ભારતીયો તેમના વતન પૈસા મોકલવામાં વિશ્વમાં સૌથી આગળ છે. ગયા વર્ષે, પ્રવાસી ભારતીયોએ  લગભગ $111.2 બિલિયન મોકલ્યા. ભારત ન માત્ર સૌથી વધુ ચૂકવણી મેળવનાર દેશ હતો, પરંતુ તેની ચૂકવણીમાં પણ સૌથી વધુ 19.6 ટકાનો વધારો થયો.

Join Our WhatsApp Community

વિશ્વમાં સૌથી વધુ પૈસા વતન મોકલે છે ભારતીયો 

ભારત પ્રવાસીઓ પાસેથી નાણાં મેળવનારા દેશોમાં ટોચ પર છે. પ્રવાસીઓએ ન માત્ર સૌથી વધારે ધન નોકલયુ પરંતુ ગાઉની સરખામણીમાં લગભગ 20 ટકાનો વધારો પણ થયો છે. જ્યારે વિશ્વ કોવિડ-રોગચાળાને કારણે નાણાકીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું, ત્યારે પણ ભારતની બહાર રહેતા ભારતીયોએ દેશમાં નાણાં મોકલવાનું ચાલુ રાખ્યું હતું. ભારતને કુલ 111.2 બિલિયન ડોલર મળ્યા.

વિશ્વભરમાં મોકલવામાં આવેલા દર 6 ડોલરમાંથી 1 ભારત આવ્યો

આ સમાચાર પણ વાંચો: Redmi Watch 3 Active લોન્ચ પહેલા ગ્લોબલ વેબસાઇટ પર લોન્ચ કરાઈ, 12 દિવસ સુધી ચાલશે બેટરી

ભારતની ધાક એ હકીકત પરથી પણ સ્પષ્ટ થાય છે કે વિશ્વભરના પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવેલા દરેક $6માંથી, $1 ભારતમાં આવ્યા છે. 2022 માં, પ્રવાસીઓએ તેમના દેશોમાં લગભગ $647 બિલિયન મોકલ્યા. જયારે તેમાં ભારતનો હિસ્સો $ 111 બિલિયન હતો. જો કે, 2021 અને 2022 ની વચ્ચે, ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવેલા ધનમાં આઠ ટકાનો વધારો થયો. 

આ છે ટોપ 10 દેશો 

ભારત $111.2 બિલિયન

મેક્સિકો $61.1 બિલિયન

ચીન $51 બિલિયન

ફિલિપાઇન્સ $38 બિલિયન

પાકિસ્તાન $29.9 બિલિયન

ઇજિપ્ત $28.3 બિલિયન

બાંગ્લાદેશ $21.5 બિલિયન

નાઇજીરીયા $20.1 બિલિયન

ગ્વાટેમાલા $18.2 બિલિયન

યૂક્રેન $17.1 બિલિયન

 

Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Gold Price Today: સોનાના ભાવમાં ભયાનક ભડકો! MCX પર પહેલીવાર ₹1.40 લાખને પાર, ચાંદીના ભાવ સાંભળીને પણ પરસેવો છૂટી જશે
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version