ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
રૂપિયાની સ્થિર ચાલ અને વિદેશી રોકાણમાં થઈ રહેલ ઉત્તરોતર વધારાને કારણે ભારતના કુલ ફોરેક્સ રિઝર્વ માં ગત સપ્તાહે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
દેશનું ફોરેન એક્સચેન્જ રીઝર્વ 17મી સપ્ટેમ્બરના સપ્તાહે 1.47 અબજ ડોલરના ઘટાડા સાથે 639.642 અબજ ડોલર થયું છે
વિદેશી હુંડિયામણ અનામતમાં ઘટાડો કુલ અનામત ભંડોળમાં ઘટાડાનું કારણ એફસીએનો ઘટાડો છે.
10મી સપ્ટેમ્બરના રોજ પુરા થયેલ સપ્તાહે વિદેશી હૂંડિયામણ અનામાતમાં 1.34 અબજ ડોલર ઘટીને 641.113 અબજ ડોલર થયું છે.
અગાઉના એટલે કે 3જી સપ્ટેમ્બરના સપ્તાહે ફોરેન એક્સચેન્જ રીઝર્વમાં 8.895 અબજ ડોલરનો રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો અને કુલ રીઝર્વ 642.453 અબજ ડોલરના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું હતુ.
