દેશમાં વિદેશી મુદ્રા ભંડારમાં 15મી જાન્યુઆરીએ પૂરા થયેલા અઠવાડિયામાં 1.839 ડૉલર્સ ઘટીને 584.242 અબજ ડૉલર્સ જેટલો રહ્યો હતો.
રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર આ સમયગાળામાં ફોરેન કરન્સી એકાઉન્ટમાં થયેલા ઘટાડાના કારણે વિદેશી હુંડિયામણમાં પણ ઘટાડો નોંધાયો હતો.
આ પહેલા 8મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 75.8 કરોડ ડૉલર વધીને 586.082 અબજ ડૉલર્સનો થયો હતો.
