ભારતના વિદેશી હૂંડિયામણ માં સતત ત્રીજા સપ્તાહે વધારો નોંધાયો છે.
રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર આ સમયગાળામાં 1.70 અબજ ડોલર વધીને 584.10 અબજ ડોલરે પહોંચ્યુ છે.
આ વખતે વિદેશી હૂંડિયામણ વધવાનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ્સ (FCA)માં વધારો છે.
અગાઉ ભારતનું વિદેશી હૂંડિયામણ 16 એપ્રિલના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે 1.19 અબજ ડોલર વધીને 582.40 અબજ ડોલર થયુ હતુ.
