Site icon News Continuous Bureau | Mumbai

ગજબ કહેવાય! ભારતમાં જુલાઈ મહિનામાં આટલા ટકા સોનાની આયાતમાં થયો વધારો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

દેશમાં સોનાના ભાવ આસમાનને આંબી ગયા છે. છતાં આજે પણ લોકો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સુરક્ષિત માને છે. ભારતીયોમાં સોનાનો મોહ એટલો છે કે છેલ્લા એક વર્ષમાં જ સોનાની આયાતમાં  અધધધ કહેવાય એટલો 135 ટકાનો વધારો જોવા મળ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વમાં સોનાની આયાત કરનારા દેશોમાં બીજા નંબરે આવે છે.

કોરોનાના નિયમો હળવા થવાની સાથે જ હાલ ભારતમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે. એથી લગ્નપ્રસંગમાં સોનાની ખરીદી પણ વધી ગઈ છે. એની અસર દેશના ગોલ્ડ માર્કેટ પર જણાઈ આવે છે. આ વર્ષે જુલાઈમાં ગયા વર્ષના જુલાઈની સરખાણીમાં 135.56 ટકા સોનાની આયાત વધુ થઈ છે. આ વર્ષે જુલાઈમાં લગભગ 420.35 કરોડ રૂપિયાની કિંમતનું ગોલ્ડ ઇમ્પોર્ટ થયું છે. એની સામે  ગયા વર્ષે જુલાઈ મહિનામાં 178.45 કરોડની કિંમતનું ગોલ્ડ ઇમ્પોર્ટ થયું હતું.

સરકારની આ નિતી સામે દેશભરના ઝવેરીઓ ની હડતાળ ની ચીમકી;જાણો વિગત

ચાલુ આર્થિક વર્ષમાં એપ્રિલ-જુલાઈ દરમિયાન કુલ 1,209.14 કરોડ રૂપિયાની કિંમતનું સોનું આયાત થયું છે. ગયા વર્ષે એપ્રિલથી જુલાઈના ચાર મહિના દરમિયાન માત્ર 247.23 કરોડ રૂપિયાની કિંમતનું સોનુ આયાત થયું હતું. એટલે કે આ વર્ષના ચાર મહિનામાં જ સોનાની આયાતમાં 389.07 ટકાનો વધારો થયો છે. 

Musk vs Adani Ambani Wealth Gap અદાણી અને અંબાણી કરતાં કેટલા ગણા અમીર બન્યા એલોન મસ્ક? સંપત્તિનું અંતર તમને ચોંકાવી દેશે.
UPI Transaction Growth ભારતમાં ડિજિટલ પેમેન્ટનો દબદબો, UPI ટ્રાન્ઝેક્શનમાં રેકોર્ડબ્રેક વધારો.
SpaceX Nasdaq Listing સ્પેસએક્સના IPOએ બદલ્યું નસીબ! 3 ભારતીય એન્જિનિયરો રાતોરાત બન્યા કરોડપતિ.
SpaceX Top 7 Company માર્કેટમાં લિસ્ટ થતાં જ SpaceX નો સિંહફાળો! દુનિયાની ૭મી સૌથી મોટી કંપની બની, વેલ્યુએશને દુનિયાને ચોંકાવી
Exit mobile version