Site icon

અદાણી જૂથનું ધોવાણ ભારે પડ્યું,.. શેરબજારના માર્કેટ કેપમાં ભારતને પછાડીને આ દેશ નીકળ્યું આગળ..

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે (બુધવારે) બજાર સતત ચોથા સત્રમાં લાલ નિશાનમાં બંધ થયું હતું. જોકે તેની અસર ભારતના ઈક્વિટી માર્કેટ પર પડી છે. બ્રિટેન હવે ભારતને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે.

Closing Bell: Nifty ends around 17,400, Sensex falls 671 pts

બ્લેક ફ્રાઇ ડે.. સેન્સેક્સ અને નિફ્ટી મોટા પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ કંપનીના શેર ગગડ્યા

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે (બુધવારે) બજાર સતત ચોથા સત્રમાં લાલ નિશાનમાં બંધ થયું હતું. જોકે તેની અસર ભારતના ઈક્વિટી માર્કેટ પર પડી છે. બ્રિટેન હવે ભારતને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે. નવ મહિનામાં પહેલીવાર બ્રિટને આ મામલે ભારતને પછાડ્યુ છે. યુકેની પ્રાઈમરી લિસ્ટિંગ્સનું સંયુક્ત માર્કેટ કેપ મંગળવારે 3.11 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું હતું, જે ભારતના મુકાબલે 5.1 અબજ ડોલર વધુ છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત બ્લુમબર્ગના રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે બ્રિટિશ ચલણ પાઉન્ડ સ્ટર્લીંગની નબળાઈને કારણે તેને નિકાસ વધારવાની મદદ મળી રહી છે. પરિણામે શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના ભાવ ઉંચકાયા છે. મંગળવારે બ્રિટિશ શેર બજાર બંધ થયુ ત્યારે બ્રિટનનું માર્કેટ કેપિટલાઇઝેશન 3.11 ટ્રિલિયન ડોલરનું રહ્યું હતું. જે ભારત કરતા પાંચ અબજ ડોલર વધુ છે.

આ સમાચાર પણ વાંચો :  લો બોલો, મહાઠગ સુકેશ જેલમાં પણ જીવે છે લક્ઝુરિયસ લાઈફ, સેલમાં દરોડા પડતા જ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો.. જુઓ વિડીયો

ઉલ્લેખનીય છે કે દુનિયામાં સૌથી મોટું 44 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે અમેરિકા નંબર-વન છે જયારે 11.1 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે ચીન બીજા સ્થાને છે. 2023 માં અત્યાર સુધીમાં ભારતીય સેન્સેકસ 2.3 ટકાનો ઘટાડો સુચવી રહ્યો છે. જ્યારે બ્રિટનના ફુન્શી ઈન્ડેક્સ 5 ટકાની તેજી દર્શાવે છે.

Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Exit mobile version