Site icon

શેરબજાર ઊંધે માથે પટકાયું. રાતા પાણીએ રોયા રોકાણકારો, માત્ર 4 દિવસમાં અધધ આટલા લાખ કરોડથી વધુનું થયું નુકસાન…

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર(Indian share market)માં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી માર્કેટ ડાઉન ટ્રેન્ડ(Down trend)માં છે. જેના કારણે રોકાણકારો(Investors) નાણા ગુમાવી રહ્યા છે. માત્ર ચાર ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોના લગભગ 13.32 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. ગઈકાલે (બુધવારે) સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ(Sensex) ઘટ્યો હતો. શુક્રવારથી ઘટાડા સાથે અત્યાર સુધીમાં BSEનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 1,613.84 પોઈન્ટ્સ અથવા 2.89 ટકા ઘટ્યો છે.

Join Our WhatsApp Community

ગઈકાલે (બુધવારે) દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી(Sensex and Nifty)માં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. નિફ્ટી 9 માર્ચ પછી પ્રથમ વખત 16,000 ની નીચે સરકી ગયો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 276.46 પોઈન્ટ (0.51%) ઘટીને 54,088.39 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી 43.95 પોઈન્ટ (0.27%) ના ઘટાડા સાથે 16,196.10 પર બંધ રહ્યો હતો.

બુધવારે BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. 5 લાખ કરોડનો ઘટાડો થયો હતો. જ્યારે ચાર ટ્રેડિંગ સેશનમાં આ કંપનીઓની મૂડીમાં રૂ. 13,32,898.99 કરોડનો ઘટાડો થયો છે. એફએમસીજી, આઈટી શેરો ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) અને લાર્સન એન્ડ ટુબ્રો(L&T) જેવા હેવી શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં નબળાઈના કારણે ભારતીય બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો  :બીએમસીનો ફટકો રાણા દંપત્તીને…. કહ્યું 7 દિવસમાં ઘરનું ઇન્ટીરીટર બદલો. નહીંતો… હથોડો.. જાણો વિગતે….

આ સાથે જ વિદેશી રોકાણકારો(foreign investors)ની સતત વેચવાલીથી પણ બજાર પર અસર પડી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, 2022માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 1,41,089 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અગાઉ 2021ના છેલ્લા ત્રણ મહિનામાં તેમણે 38,521 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. તેમજ રૂપિયો નબળો પડવાથી અને ડૉલરના મજબૂત થવાની પણ બજાર પર અસર જોવા મળી રહી છે.

આ સિવાય યુક્રેન અને રશિયા (Russia Ukraine war)વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી. જેના કારણે માલસામાનના પુરવઠાને અસર થઈ છે. આના કારણે ખાદ્ય ચીજવસ્તુઓ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી છે. તથા ચીન(China)માં કોરોના (corona) ના કારણે ફેક્ટરીઓ ઓછી ક્ષમતા પર કામ કરી રહી છે. તેનાથી સપ્લાય પર પણ દબાણ વધ્યું છે. ગયા અઠવાડિયે, રિઝર્વ બેંકે (RBI) ફુગાવા પર લગામ લગાવવા માટે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. આ કારણોસર શેરબજાર(Share Market)માં વેચવાલી વધી છે.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version