Site icon News Continuous Bureau | Mumbai

શેરબજાર ઊંધે માથે પટકાયું. રાતા પાણીએ રોયા રોકાણકારો, માત્ર 4 દિવસમાં અધધ આટલા લાખ કરોડથી વધુનું થયું નુકસાન…

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર(Indian share market)માં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી માર્કેટ ડાઉન ટ્રેન્ડ(Down trend)માં છે. જેના કારણે રોકાણકારો(Investors) નાણા ગુમાવી રહ્યા છે. માત્ર ચાર ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોના લગભગ 13.32 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. ગઈકાલે (બુધવારે) સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ(Sensex) ઘટ્યો હતો. શુક્રવારથી ઘટાડા સાથે અત્યાર સુધીમાં BSEનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 1,613.84 પોઈન્ટ્સ અથવા 2.89 ટકા ઘટ્યો છે.

Join Our WhatsApp Channel

ગઈકાલે (બુધવારે) દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી(Sensex and Nifty)માં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. નિફ્ટી 9 માર્ચ પછી પ્રથમ વખત 16,000 ની નીચે સરકી ગયો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 276.46 પોઈન્ટ (0.51%) ઘટીને 54,088.39 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી 43.95 પોઈન્ટ (0.27%) ના ઘટાડા સાથે 16,196.10 પર બંધ રહ્યો હતો.

બુધવારે BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. 5 લાખ કરોડનો ઘટાડો થયો હતો. જ્યારે ચાર ટ્રેડિંગ સેશનમાં આ કંપનીઓની મૂડીમાં રૂ. 13,32,898.99 કરોડનો ઘટાડો થયો છે. એફએમસીજી, આઈટી શેરો ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) અને લાર્સન એન્ડ ટુબ્રો(L&T) જેવા હેવી શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં નબળાઈના કારણે ભારતીય બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો  :બીએમસીનો ફટકો રાણા દંપત્તીને…. કહ્યું 7 દિવસમાં ઘરનું ઇન્ટીરીટર બદલો. નહીંતો… હથોડો.. જાણો વિગતે….

આ સાથે જ વિદેશી રોકાણકારો(foreign investors)ની સતત વેચવાલીથી પણ બજાર પર અસર પડી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, 2022માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 1,41,089 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અગાઉ 2021ના છેલ્લા ત્રણ મહિનામાં તેમણે 38,521 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. તેમજ રૂપિયો નબળો પડવાથી અને ડૉલરના મજબૂત થવાની પણ બજાર પર અસર જોવા મળી રહી છે.

આ સિવાય યુક્રેન અને રશિયા (Russia Ukraine war)વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી. જેના કારણે માલસામાનના પુરવઠાને અસર થઈ છે. આના કારણે ખાદ્ય ચીજવસ્તુઓ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી છે. તથા ચીન(China)માં કોરોના (corona) ના કારણે ફેક્ટરીઓ ઓછી ક્ષમતા પર કામ કરી રહી છે. તેનાથી સપ્લાય પર પણ દબાણ વધ્યું છે. ગયા અઠવાડિયે, રિઝર્વ બેંકે (RBI) ફુગાવા પર લગામ લગાવવા માટે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. આ કારણોસર શેરબજાર(Share Market)માં વેચવાલી વધી છે.

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version