બજેટ બાદથી ભારતીય શેર બજાર માં આવેલી તેજી બાદ માર્કેટ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યું છે.
ભારતીય શેર બજાર હવે દુનિયાનું 7મું સૌથી મોટુ શેર બજાર બની ગયું છે.
ભારતીય શેર બજારના માર્કેટ કેપે ત્રણ સ્થાનનો જંપ લગાવ્યો છે, અને હવે 7માં સ્થાને પહોંચી ગયું છે.
આ ઉછાળા સાથે જ ભારતીય શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન વધીને 2.7 ટ્રિલિયન ડોલરથી વધુ થઈ ગયું છે.
ભારતીય શેર બજારનું કદ હવે કનેડા, જર્મની અને સાઉદી અરબથી વધી ગયું છે. હાલમાં ફ્રાન્સનું શેર બજાર છઠ્ઠા ક્રમે છે. જેનું માર્કેટ કેપ 2.86 ટ્રિલિયન ડોલરનું છે.
ભારતીય શેર બજારમાં જેવી તેજી જોવા મળી રહી છે સંભવ છે કે થોડા દિવસોમાં જ ફ્રાન્સનું શેર બજાર પાછળ રહી જશે.
ભારતીય શેર બજારમાં ઉછાળો યથાવત્, તેજીના આ સાતમા દિવસે જાણો નિફ્ટી અને સેન્સેક્સ કેટલા પોઇન્ટ ઉછળ્યા.