ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
કોરોનાની મહામારી ને લીધે અચાનક સમાચારમાં ચમકનાર, કોવીશિલ્ડ વેક્સિન બનાવનાર serum institute ના સીઈઓ અદાર પુનાવાલા એ એક ઘર ભાડે લીધું છે.
આ ઘર લન્ડન ના એક પોશ વિસ્તારમાં આવેલું છે. આગળના ભાડા ની કિંમત એક અઠવાડિયાના પચાસ હજાર પાઉન્ડ છે. એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે તેનું ભાડું એક અઠવાડિયાનું 50 લાખ રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે ૨૫૦૦૦ વર્ગ ફીટમાં ફેલાયેલું આ મકાન મેફેર વિસ્તારમાં આવેલું છે.
પોતાના વ્યવસાયિક કારણોથી અદારને વારંવાર લન્ડન જવાનું થાય છે. અને આથી ત્યાં તેણે પોતાના રહેઠાણની વ્યવસ્થા કરી છે.
