Site icon

ખૂબ જ કામનુ / નવવિવાહિત યુગલોને મળી રહ્યાં છે 2.5 લાખ રૂપિયા, આવી રીતે તાત્કાલિક કરો અરજી

આજે અમે તમને પરિણીત યુગલો માટે સૌથી શ્રેષ્ઠ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. આ સ્કીમ દ્વારા નવવિવાહિત યુગલોને 2 લાખ 50 હજાર રૂપિયા મળી શકે છે

Inter Caste Marriage- Newly wedded couples are getting 2.5 lakh rupees, apply immediately

ખૂબ જ કામનુ / નવવિવાહિત યુગલોને મળી રહ્યાં છે 2.5 લાખ રૂપિયા, આવી રીતે તાત્કાલિક કરો અરજી

News Continuous Bureau | Mumbai

Inter Caste Marriage: આજે અમે તમને પરિણીત યુગલો માટે સૌથી શ્રેષ્ઠ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. આ સ્કીમ દ્વારા નવવિવાહિત યુગલોને 2 લાખ 50 હજાર રૂપિયા મળી શકે છે. હા, અમે તમને આવી જ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના હેઠળ તમે આ રકમ મેળવી શકો છો. જો કે, આ સ્કીમનો લાભ લેવા માટે તમારે તમારા વિસ્તારના સાંસદ અથવા ધારાસભ્ય પાસે જવું પડશે, તો ચાલો જાણીએ કે, તમારે આ સ્કીમ માટે ક્યાં અરજી કરવાની રહેશે અને તમે તેનો લાભ કેવી રીતે લઈ શકો છો.

Join Our WhatsApp Community

આવી રીતે કરો અરજી

આ સ્કીમનો લાભ લેવા માટે તમારે જિલ્લા વહીવટી કચેરીમાં અરજી કરવાની રહેશે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે, આ એપ્લિકેશન સંપૂર્ણપણે ભર્યા પછી તેને ઓફિસમાં સબમિટ કરવાની રહેશે. જિલ્લા વહીવટીતંત્ર આ અરજી ડૉ.આંબેડકર ફાઉન્ડેશનને મોકલી દેશે.

આ સિવાય તમે તમારા વિસ્તારના ધારાસભ્ય અથવા સાંસદ પાસે પણ એપ્લાય કરી શકો છો

શું તમે કરી શકો છો અરજી ?

દરેક વ્યક્તિને આ સ્કીમનો લાભ મળતો નથી. આ સ્કીમમાં તે લોકોની અરજીઓ સ્વીકારવામાં આવે છે. જેઓ જનરલ કેટેગરીના પુરૂષો છે અને જો તેઓ દલિત સમાજની છોકરી સાથે લગ્ન કરે છે તો તેમને આ સ્કીમનો લાભ મળે છે. આ રીતે, તમે સમજી શકો છો કે આ સ્કીમમાં એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે યુવક અને યુવતી એક જ જાતિના ન હોવા જોઈએ. આ સિવાય તમારે તમારા લગ્નને હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ રજીસ્ટર કરાવવું પડશે.

આ સમાચાર પણ વાંચો : મુમતાઝે કપૂર પરિવારની વહુ બનવાની સ્પષ્ટ ના પાડી હતી, શમ્મી કપૂર સહન ન કરી શક્યા ‘ના’

શું બીજા લગ્ન તો મળશે લાભ ?

આપને જણાવી દઈએ કે આ સ્કીમનો લાભ ફક્ત તે જ લોકોને મળશે જેઓ પ્રથમ વખત લગ્ન કરી રહ્યા છે. જો કોઈ બીજા લગ્ન કરે છે તો તેને આ સ્કીમનો લાભ નહીં મળે.

શું બે સ્કીમનો લાભ લઈ શકાય છે કે નહીં ?

તમારે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, તમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બંને સ્કીમોનો લાભ લઈ શકતા નથી. આવી સ્થિતિમાં, જો તમે કોઈપણ સ્કીમનો લાભ લીધો છે, તો તે રકમ ડિડક્ટ કરવામાં આવશે.

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version