News Continuous Bureau | Mumbai
RBI: જો તમે પણ તમારી બચત (Saving) નું રોકાણ (Investment) કરવા માંગતા હોવ અને એવા પ્લેટફોર્મની શોધમાં હોવ જ્યાં તમારા પૈસા સુરક્ષિત રહે અને તમને વધુ વળતર મળે, તો તમે આરબીઆઈના (RBI) ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ (Floating Rate Saving Bond) માં રોકાણ કરી શકો છો. અહીં રિટર્ન ઘણી બેંકોની ફિક્સ ડિપોઝીટ કરતા વધારે છે. આરબીઆઈના ફ્લોટિંગ રેટ સેવિંગ બોન્ડનું વ્યાજ 8.05 ટકા છે. રોકાણ કરતા પહેલા તમારે તેની કેટલીક ખાસિયતો વિશે જાણવું જોઈએ.
આરબીઆઈ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ ભારત સરકાર (Indian Government) દ્વારા જારી કરવામાં આવ્યા છે. તે સાત વર્ષના પરિપક્વતા સમય (Maturity time) સાથે આવે છે. આ એક નોન-ટ્રેડેડ બોન્ડ છે, જેના હેઠળ વ્યાજની ખાતરી મળે છે. આ હેઠળ વ્યાજ નિશ્ચિત નથી. તે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) ના વ્યાજ દર સાથે જોડાયેલ છે, જે કેન્દ્ર સરકાર દ્વારા ઓફર કરવામાં આવતી નાની બચત યોજના છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ બોન્ડ હેઠળ વ્યાજ બદલાતું રહે છે. જો કે તે સુરક્ષિત રોકાણ બોન્ડ છે. આ બોન્ડનું વ્યાજ નાની બચત યોજનાના વ્યાજની ત્રિમાસિક સમીક્ષાના આધારે નક્કી કરવામાં આવે છે. જ્યારે આ બોન્ડ હેઠળ NSC કરતાં 0.35 ટકા વધુ વ્યાજ આપવામાં આવે છે. જો નાની બચત યોજના પર વ્યાજ વધશે તો બોન્ડનું વળતર પણ વધશે અને જો નાની બચત યોજના પરનું વ્યાજ ઘટશે તો તેનું વળતર પણ ઘટશે. બોન્ડ પરનું વ્યાજ દર છ મહિને બદલાય છે.
આ સમાચાર પણ વાંચો : UP News: આ યુટ્યુબરને પુલિસ યુનિફોર્મમાં Reels બનાવવી પડી મોંઘી; FIR નોંધાતાની સાથે જ થયો ફરાર.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..
ઓછામાં ઓછું રૂ. 1000નું રોકાણ કરી શકો છો..
કોઈપણ ભારતીય નાગરિક RBI ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ 2020 (taxable) માં રોકાણ કરી શકે છે. NRI માટે આ બોન્ડ સ્કીમ નથી. તમે ઓછામાં ઓછું રૂ. 1000નું રોકાણ કરી શકો છો અને તેની કોઈ મહત્તમ મર્યાદા નથી.
રોકાણ કરવા માટે, રોકાણકારોએ પહેલા RBI ના રીટેલ ડાયરેક્ટ પોર્ટલ દ્વારા બોન્ડ લેજ એકાઉન્ટ (BLA) ખોલવું પડશે. તે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જારી કરવામાં આવશે અને રોકાણકારના બોન્ડ લેજર એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. તમે આ બોન્ડમાં નોમિની ઉમેરી શકો છો. તમે UPI, નેટ બેન્કિંગ અને અન્ય માધ્યમો દ્વારા બોન્ડમાં ચુકવણી કરી શકો છો.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. અમે આના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)