Site icon

સરકારી સ્કીમ / પોસ્ટ વિભાગની RD માં કરો રોકાણ, ઓછા રૂપિયા જમા કરો અને મેળવો છપ્પરફાડ રિટર્ન

જો તમે શેર બજાર અથવા મ્યુચ્યુઅલ ફંડ જેવી સ્કીમોમાં વિશ્વાસ નથી કરતા, તો તમે આ જગ્યાએ સુરક્ષિત રીતે રોકાણ કરી શકો છો. આ પોસ્ટલ વિભાગની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ છે.

Invest in this Postal department RD Government scheme

સરકારી સ્કીમ / પોસ્ટ વિભાગની RD માં કરો રોકાણ, ઓછા રૂપિયા જમા કરો અને મેળવો છપ્પરફાડ રિટર્ન

News Continuous Bureau | Mumbai

જો તમે શેર બજાર (Share Market) અથવા મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) જેવી સ્કીમોમાં વિશ્વાસ નથી કરતા, તો તમે આ જગ્યાએ સુરક્ષિત રીતે રોકાણ કરી શકો છો. આ પોસ્ટલ વિભાગની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ (Recurring Deposit Scheme) છે. આ સ્કીમની મદદથી તમે સુરક્ષિત રોકાણ કરી શકો છો. તેની સાથે, મેચ્યોરિટી પછી તમને ઘણો નફો મળશે. પોસ્ટલ વિભાગની આ સ્કીમ તમને થોડા રોકાણ પર સારું રિટર્ન આપી શકે છે. આ સ્કીમ કોઈપણ પોસ્ટ ઓફિસ (Post Office) માંથી સરળતાથી લઈ શકાય છે. પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ (Recurring Deposit Scheme) દ્વારા, તમે ઓછા રોકાણ સાથે વધુ સારું રિટર્ન મેળવી શકો છો. આ રોકાણમાં રૂપિયા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. તમે આ સ્કીમમાં દર મહિને 100 રૂપિયાનું રોકાણ પણ કરી શકો છો. રોકાણની રકમ પર કોઈ મર્યાદા નથી. આ સ્કીમમાં તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો. આ પોસ્ટ ઓફિસ સ્કીમ વધુ સારું વ્યાજ આપે છે. સાથે જ તેના હપ્તા પણ નાના છે.

Join Our WhatsApp Community

RD પર મળશે આટલું વ્યાજ

પોસ્ટ ઓફિસ આરડી એકાઉન્ટ પાંચ વર્ષ માટે ખોલવામાં આવે છે. તેને થોડા સમય માટે ખોલી શકાતું નથી. તેમાં દર ત્રણ મહિને જમા કરાયેલા રૂપિયા પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. દર ત્રણ મહિનાના અંતે તમારા એકાઉન્ટમાં કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ સાથે તેને વ્યાજમાં ઉમેરવામાં આવે છે. પોસ્ટ ઓફિસ સ્કીમ મુજબ, RD સ્કીમ પર 5.8 ટકા વ્યાજ મળે છે.

આ સમાચાર પણ વાંચો:  ખુશખબર / હવે પિતા બનવા પર પણ મળશે 12 અઠવાડિયાની પેટરનિટી લીવ, પોલિસી થઈ લાગૂ

કેટલો લાભ થશે

ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરે છે અને આ પ્રક્રિયા 10 વર્ષ સુધી ચાલુ રહે છે, તો તેને મેચ્યોરિટી પર 16 લાખથી વધુની રકમ મળશે. જો આ રીતે જોવામાં આવે તો 10 વર્ષમાં રોકાણકાર નાના રોકાણથી સારી રકમ મેળવી શકે છે.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version