Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર : ગોલ્ડ બૉન્ડમાં થયું અધધધ કરોડ રૂપિયાનું રોકાણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

કોરોનાને પગલે લોકોની આર્થિક હાલત નાજૂક છે, છતાં  બજારમાં સોવેરિન ગોલ્ડ બૉન્ડ્સ (SGB)ની માગમાં વધારો થયેલો જણાઈ રહ્યો છે. રોકાણકારો માટે રોકાણ કરવા હાલ SGB  અને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)  જોખમની દૃષ્ટિએ સલામત માનવામાં આવે છે. વધુ ને વધુ લોકો ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવા માટે આકર્ષાઈ રહ્યા છે. ચાલુ આર્થિક વર્ષમાં અત્યાર સુધી 5,589 કરોડના ગોલ્ડના મૂલ્યની બરોબરીનું રોકાણ SGBમાં થયું છે.

કોરોનાના કાળમાં પણ છેલ્લા દોઢ વર્ષમાં સોનાના ભાવ આસમાને આંબી ગયા છે, છતાં લોકો એમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ઇક્વિટીમાં વોલેટિલિટી (અસ્થિતરતા)ને ધ્યાનમાં રાખીને રોકાણ કરવામાં પણ રોકાણકારો સાવધાની રાખી રહ્યા છે. પોતાના પૈસા સુરક્ષિત રહે એમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. એ મુજબ ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ગોલ્ડ બૉન્ડ્સની પ્રથમ શ્રેણીમાં 5,589 કરોડના ગોલ્ડના મૂલ્યની બરોબરીનું રોકાણ SGBમાં થયું છે. SGB હેઠળના ગોલ્ડની કુલ માત્રા 11.60 ટનની રહી છે.

મહારાષ્ટ્રમાં આવેલા પૂરનો ફટકો સુરતના મંડપ ઉદ્યોગને : ગણેશોત્સવમાં આટલા કરોડનો ગુમાવશે બિઝનેસ; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં 2015ની સાલમાં SGBને લૉન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધી 74 ટન ગોલ્ડના સમાન SGB બહાર પાડવામાં આવ્યા છે. SGB ની સાથે જ લોકો ગોલ્ડ ETFમાં પણ રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Reliance 10 Rupee Ice Cream કેમ્પા કોલા પછી રિલાયન્સે ₹૧૦માં લોન્ચ કરી નવી આઈસ્ક્રીમ, મોટી ડેરી બ્રાન્ડ્સમાં મચી ગઈ દોડધામ!
Sugar Stock Limit કેન્દ્ર સરકારે ખાંડના વેપારીઓ માટે સ્ટોક મર્યાદા ઘટાડીને ૨,૦૦૦ ક્વિન્ટલ કરી, આ તારીખથી લાગુ થશે નવો નિયમ
Subhash Chandra NCLT Case સુભાષ ચંદ્રાનો કાનૂની સંઘર્ષ 10 વર્ષમાં અનેક કેસ ઉકેલ્યા, પણ NCLTમાં મામલો પેન્ડિંગ; જાણો ક્યાં ફસાયો પેચ..
Exit mobile version