News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર(Indian stock market) પર ફરી એકવાર મંદીના વાદળો ઘેરાવા લાગ્યા છે.
બે ટ્રેડિંગ સેશનમાં(trading session) સેન્સેક્સમાં(Sensex) 1500 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં(Nifty) 250 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે.
શેરબજારમાં(Sharemarket) સતત બીજા સત્રમાં પીછેહઠ સાથે રોકાણકારોની સંપત્તિમાંથી(wealth of investors) રૂ. 6.57 લાખ કરોડનું ધોવાણ થયું છે.
આ ઘટાડાને કારણે BSE-લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 6,57,758.04 કરોડ ઘટીને રૂ. 2,73,95,002.87 કરોડ થઈ ગઈ.
આ સમાચાર પણ વાંચો : સરકાર સસ્તામાં સોનું વેચી રહી છે – જાણો ભારત સરકારની નવી યોજના અને સોનાના ભાવ
