મુંબઈ સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ જ્યારે 50000 અંક પર પહોંચ્યો ત્યારે લોકોને હથેળીમાં ચાંદ દેખાઈ રહ્યો હતો.
હવે બધાના પગ જમીન પર આવી ગયા છે. છેલ્લા બે દિવસમાં સેન્સેક્સ 937 અંક ગબડી પડયો છે.
આને કારણે શેરબજારમાં લોકોને આઠ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે
શેર બજાર સતત 4 દિવસથી નીચે ગબડતું હોવાને કારણે કોઈને માલ વેચવા નો મોકો સુદ્ધાં મળ્યો નથી.
