Site icon

ફ્લિપકાર્ટ સેલ- યુઝર્સ iPhone 13 વિશે ચિંતિત- બુકિંગ પછી ઓર્ડર થઈ રહ્યાં છે કેન્સલ

News Continuous Bureau | Mumbai

આ સેલ ફ્લિપકાર્ટ(Flipkart) અને એમેઝોન(Amazon) પર ચાલુ છે. ઘણા લોકો આ સેલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો તમે પણ લાંબા સમય સુધી સેલની રાહ જુઓ અને તે તમારા હાથમાં ન આવે તો શું થશે. ફ્લિપકાર્ટ પર 50 હજાર રૂપિયાથી ઓછામાં આવતા iPhone 13ને લઈને લોકોની આવી જ ફરિયાદ છે.

Join Our WhatsApp Community

માત્ર પસંદગીના લોકોને જ આ ઓફર મળી છે અને હવે જેમને મળી છે તેમના હાથમાં પણ ફોન નથી આવી રહ્યો. એવું નથી કે આ ફરિયાદ તમામ યુઝર્સની છે, પરંતુ ટ્વિટર(Twitter) પર મોટી સંખ્યામાં લોકો તેની ફરિયાદ કરી રહ્યા છે.

શું ફ્લિપકાર્ટ છેતરપિંડી કરે છે?

યુઝર્સના કહેવા પ્રમાણે તેમણે ફ્લિપકાર્ટ પરથી ઓછી કિંમતે iPhone 13નો ઓર્ડર આપ્યો છે, પરંતુ સેલરે તેમનો ઓર્ડર પછીથી કેન્સલ કરી દીધો છે. સંજય સિંહ(sanjay Singh) નામના યુઝરે ટ્વિટર પર તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

યુઝરે 22 સપ્ટેમ્બરે Apple iPhone 13 ના 128GB સ્ટોરેજ વેરિઅન્ટને(Storage variant) 43,519 રૂપિયામાં બુક કરાવ્યું હતું. આ ઓર્ડર 24 સપ્ટેમ્બરે કેન્સલ કરવામાં આવ્યો છે. આ એકમાત્ર કેસ નથી. આ સિવાય સૂરજ નામના અન્ય એક  યુઝરે પણ iPhone 13નો ઓર્ડર કેન્સલ કરવાનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : આ કંપનીના શેરધારકો દર 4 વર્ષે વધુ અમીર બને છે, કિંમત ₹90 થી વધીને ₹3324, એક્સપર્ટ બુલિશ

બંને સ્ક્રીનશોટમાં, iPhone 13 અલગ-અલગ સેલર્સ પાસેથી અલગ-અલગ કિંમતે બુક કરવામાં આવ્યો છે. બંને વિક્રેતાઓએ આ ઓર્ડર કેન્સલ કર્યા છે. ફ્લિપકાર્ટે આ કેમ થયું તે અંગે કોઈ માહિતી આપી નથી, પરંતુ કોઈપણ કસ્ટમર સાથે આવું થવું છેતરપિંડી જેવું છે.

તમે જે બતાવ્યું છે તે કેમ નથી મળતું?

કોઈપણ રીતે કંપનીએ જે કિંમત પર iPhone 13ના સેલની જાહેરાત કરી હતી. તેના પર ફોન સેલ શરૂ થયાના એક દિવસ પહેલા આવ્યો હતો. એટલે કે માત્ર ફ્લિપકાર્ટ પ્લસના સભ્યોને જ આનો લાભ મળ્યો અને તે પણ થોડા સમય માટે.

આનું કારણ સમજી શકાય તેવું છે. કારણ કે ઓફર લિમિટેડ યુનિટ્સ માટે હોઈ શકે છે. ફ્લોટિંગ ભાવનું કારણ પણ સમજી શકાય તેવું છે, પરંતુ આ બધા પછી યુઝર્સના ઓર્ડરને કેન્સલ કરવાથી ઘણા પ્રશ્નો ઉભા થાય છે..

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version