Site icon News Continuous Bureau | Mumbai

LICનો IPO ઓપન થવા પહેલા જ ગ્રે માર્કેટમાં ધૂમઃ ગ્રે માર્કેટ પ્રિમિયમાં સતત વધારો, જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

દેશની સૌથી મોટી ઇન્શ્યોરન્સ કંપની9Insurance Company) લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના IPOની રોકાણકારો(Investors) આતુરતાપૂર્વક  રાહ જોઈ રહ્યા છે. આવતીકાલે 4 મેના LICનો IPO ઓપન થવાનો છે અને આ ઈશ્યુ 9 મે સુધી સબસ્ક્રાઇબ(Subscribe) કરી શકાશે. આ દરમિયાન અનલિસ્ટેડ માર્કેટમાં LICના શેર્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 85 રૂપિયા પહોંચી ગયું છે. IPO ની તારીખ જાહેર થઈ ગયા બાદ તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

LICએ IPO માટે 902-949 રૂપિયા પ્રાઈસ બેન્ડ રાખી છે. ગ્રે માર્કેટ(grey market) પર નજર રાખનારા નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સોમવારે ગ્રે માર્કેટમાં LICના શેરનો ભાવ 1035 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો હતો. જે તેની 495 રૂપિયાની ઉપર ની પ્રાઈસ બેન્ડ કરતા 85 રૂપિયા એટલે કે 9 ટકા વધારે છે. 29 એપ્રિલે LICના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 70-80 રૂપિયા હતું જ્યારે પ્રથમ દિવસે 60-70 રૂપિયા હતું.

LIC પોતાના IPO દ્વારા 21,000 કરોડ રૂપિયા ઉભા કરવાની છે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે અગાઉથી જ આ IPO ઓપન થઈ ગયો છે અને થોડા કલાકોમાં જ તે ઓવર સબસ્ક્રાઈબ્ડ થઈ ગયો હોવાનું કહેવાય છે. LIC એ અંદાજીત 5.93 કરોડ શેર્સ એન્કર ઈન્વેસ્ટર્સ માટે રિઝર્વ રાખ્યા છે અને તે આનાથી અપર પ્રાઈસ બેન્ડ પર 5,630 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે. 

આ સમાચાર પણ વાંચો :  વાહ!!! IPO ખુલવા પહેલા જ LICના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પાંચ ગણો વધારો

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ એન્કર ઈન્વેસ્ટર્સ માં બોલી લગાવનારાઓમાં  નોર્જીસ બેંક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને જીઆઈસી પણ સામેલ છે. નોર્જીસ બેંક નોર્વેના સોવેરિયન વેલ્થ ફંડ છે જ્યારે જીઆઈસી સિંગાપોરનું સોવેરિયન વેલ્થ ફંડ(Sovereign Wealth Fund) છે.

સરકાર IPO દ્વારા LICમાં પોતાનો 3.5 શેર કે 22.12 કરોડ શેર વેચી રહી છે. હાલમાં LICની 100 ટકા ભાગીદારી સરકાર પાસે છે અને IPO બાદ સરકારી ભાગીદારી ઘટીને 96.50 ટકા થઈ જશે. આ IPO માટે 15 શેરના લોટ મુજબ બોલી લગાવી શકાશે. અપર પ્રાઈસ બેન્ડ પર એક લોટની કિંમત 14,235 રૂપિયા હશે. રિટેલ રોકાણકારો(Retail investors) ઓછામાં ઓછા એક લોટ અને વધારેમાં વધારે 14 લોટ માટે બોલી લગાવી શકશે.

 

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version