Site icon

IPOs Next Week: બમ્પર કમાણીની તક! દિવાળી પહેલા આ 4 કંપનીઓના આવશે IPO, જાણો IPO વિશેની સંપુર્ણ માહિતી વિગતે અહીં..

IPOs Next Week: દિવાળી પહેલા IPOમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. આગામી બિઝનેસ સપ્તાહમાં ઘણી કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે. આમાં, બે મુખ્ય કંપનીઓ Protean eGov Technologies અને Ask Automotive ના IPO આવતા સપ્તાહે બજારમાં ખુલવા જઈ રહ્યા છે..

IPOs Next Week Bumper earning opportunity! The IPO of these 4 companies will come before Diwali

IPOs Next Week Bumper earning opportunity! The IPO of these 4 companies will come before Diwali

News Continuous Bureau | Mumbai

IPOs Next Week: દિવાળી  ( Diwali ) પહેલા IPOમાં નાણાંનું રોકાણ કરનારાઓ ( Investors ) માટે સારા સમાચાર છે. આગામી બિઝનેસ સપ્તાહમાં ઘણી કંપનીઓના IPO ખુલવા જઈ રહ્યા છે. આમાં, બે મુખ્ય કંપનીઓ Protean eGov Technologies અને Ask Automotive ના IPO આવતા સપ્તાહે બજારમાં ખુલવા જઈ રહ્યા છે. આ ઉપરાંત રોકાણકારોને બે SMEના IPOમાં નાણાં રોકવાની તક પણ મળી રહી છે. આવી સ્થિતિમાં કંપનીઓ આ IPO દ્વારા બજારમાંથી કુલ રૂ. 1,324 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ સિવાય સેલો વર્લ્ડ અને મામાઅર્થ ( Mamaearth ) ની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમર ( Honasa Consumer ) ના શેરનું લિસ્ટિંગ પણ આવતા સપ્તાહે થવાનું છે.

Join Our WhatsApp Community

Protean eGov ટેક્નોલોજીસ IPO : Proteus eGov Technologies IPO રોકાણકારો માટે 6 નવેમ્બરે ખુલી રહ્યો છે. તમે તેને 8મી નવેમ્બર સુધી સબસ્ક્રાઈબ કરી શકો છો. કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 752 થી રૂ. 792 પ્રતિ શેર નક્કી કરી છે. કંપની આ IPO દ્વારા 490 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. કંપનીના શેર 16 નવેમ્બર, 2023ના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે.

ASK ઓટોમોટિવ IPO: ઓટો સેક્ટરની મોટી કંપની ASK Automotive નો IPO 7 નવેમ્બર, 2023 એટલે કે મંગળવારના રોજ ખુલવા જઈ રહ્યો છે. તમે આ IPOમાં 9 નવેમ્બર, 2023 સુધી સબ્સ્ક્રાઇબ કરી શકો છો. આ IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ દ્વારા આવી રહ્યો છે. કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 268 થી રૂ. 282 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી છે. કંપની આ IPO દ્વારા કુલ રૂ. 833.91 કરોડ એકત્ર કરવા માંગે છે. કંપની 15 નવેમ્બરે રોકાણકારોને શેર ફાળવશે. આ શેર 17 નવેમ્બરે ડીમેટ ખાતામાં જમા થશે. કંપનીના શેરનું લિસ્ટિંગ 20 નવેમ્બર, 2023ના રોજ થશે.

આ સમાચાર પણ વાંચોઃ  Yuvraj Dhoni Friendship: ‘હું અને ધોની ક્યારેય મિત્ર નહતા..’, યુવરાજ સિંહનો ચોકાવનારો ખુલાસો.. જાણો શું છે આ મામલો..વાંચો વિગતે અહીં..

SME IPO: મુખ્ય કંપનીઓ ઉપરાંત, રોક્સ હાઇ-ટેક અને સનરેસ્ટ લાઇફસાયન્સના આઇપીઓ પણ આ અઠવાડિયે ખુલવા જઇ રહ્યા છે. આ બંને IPO 7મી નવેમ્બર અને 9મી નવેમ્બરે ખુલી રહ્યા છે. Rox Hi-Tech એ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 80 થી રૂ. 85 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી છે. આ દ્વારા કંપની રૂ. 54 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે સનરેસ્ટ લાઇફસાયન્સનો આઇપીઓ રૂ. 84 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. આ દ્વારા કંપની 10.85 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version