ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 જુલાઈ 2020
ચાંદી ફરી વાર ચમકી રહ્યું છે. બજાર ઉઘડતાની સાથે જ ભારતીય વાયદા બજારમાં ચાંદીનો ભાવ 55,000 ની પાર પહોંચ્યો છે. કોમોડિટી બજારના જાણકારોનું કહેવું છે કે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચાંદીની ઔદ્યોગિક માંગમાં વધારો થયો છે. વિશ્વનાં બજારોમાં આવેલી તેજીના સપોર્ટથી પણ ચાંદીના ભાવો ઉંચકાયા છે. દરમિયાન મલ્ટી કોમોડિટી ઍક્સ્ચેન્જ (એમ.સી.એક્સ) પર વીતેલા સત્રની તુલનામાં 55,280 રૂપિયા પ્રતિ કિલોએ કારોબાર કરી રહ્યું છે. જે 2013 પછીનું સૌથી ઊંચું ચાંદીનું સ્તર છે. જ્યારે કોમેક્સ પર ચાંદીનો ભાવ 20. 84 ડોલર પ્રતિ ઔંસ સુધી ઉછળ્યું હતું. જે સપ્ટેમ્બર 2016 બાદ પહેલીવાર જોવા મળ્યું છે. આમ કહી શકાય કે 16 ટકાના વધારા સાથે ચાંદી ગઈકાલે બંધ થયું હતું..
કોવિડ-19 ના વાઇરસની રસીની શોધ હાથવેંતમાં જ છે. એવી, વધી રહેલી આશાના પગલે વૈશ્વિક સ્તરે પ્રવૃત્તિઓ જોર પકડશે. છેલ્લા થોડા દિવસોમાં ચાંદીના ભાવ સ્થિર રહ્યા બાદ આજે ખૂબ મોટો વધારો જોવા મળ્યો છે. અન્ય ઔદ્યોગિક ધાતુઓના ભાવ પણ ઉછળયા છે. આમ અમેરિકન ડોલરની નબળાઈ એ કોમોડિટીને ફાયદો પહોંચાડ્યો છે એમ, હાલના સમીકરણ જોતાં કહી શકાય..
મહિનાના અંત સુધીમાં ચાંદીની કિંમત કિલો દીઠ 60,000 સુધી પહોંચે તેવી શકયતા છે. વિશ્વમાં કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, ટેબલેટ તથા અન્ય ઈલેકટ્રોનિકસ સાધનો બનાવવામાં દર વર્ષે અંદાજીત 320 ટન સોનુ અને 7500 ટન ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં ચાંદીનો સૌથી મોટો ગ્રાહક ભારત દેશ છે. પરંતુ અહી તેનું સ્થાનિક ઉત્પાદન ઘણુ ઓછુ છે. દેશમાં સૌથી વધુ ચાંદીનું ઉત્પાદન હિન્દુસ્તાન ઝિંક દ્વારા કરવામાં આવે છે. જે 600 ટનનું ઉત્પાદન કરે છે. બીજીબાજુ સોનામાં પણ રૂ. 200 નો સુધારો થઇ રૂ.51000ની ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com