રાજસ્થાનમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે
આવકવેરા વિભાગની ટીમે રાજધાની જયપુરમાં ત્રણ વ્યવસાયિક જૂથની સંસ્થાઓ પર દરોડા પાડ્યા છે. જેમાં આશરે પોણા બે હજાર કરોડ રૂપિયાના ગેરકાયદેસર અને બેનામી વ્યવહારનો ખુલાસો થયો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આવકવેરાના પ્રવક્તાએ દાવો કર્યો છે કે આ દરોડા પાંચ દિવસના અભિયાન દરમિયાન થયા હતા.
હાલ આ મામલે હજુ વધુ તપાસ ચાલી રહી છે.
