Site icon News Continuous Bureau | Mumbai

ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ થઇ ગયું- હજી તમારું કામ નથી પત્યું-આટલા દિવસમાં વેરીફાઇ કરાવો-નહીં તો

News Continuous Bureau | Mumbai

ઇન્કમટેક્સ(Income Tax) ભરવાની ડેડલાઈન(Deadline) સમાપ્ત થઈ ગઈ છે. ઈન્કમ ટેક્સ ઈન્ડિયા(Income Tax India) અનુસાર ૩૧ જુલાઈના રાતના ૧૧ કલાક સુધી કુલ ૫.૭૮ કરોડ ટેક્સપેયર્સે(Taxpayers) પોતાનું આઈટીઆર(ITR) ભરી દીધું છે. પરંતુ આઇટીઆર ફાઇલ કરવાથી કામ પૂરું થઈ જતું નથી. તેના પછી ટેક્સપેયર્સે પોતાના આઈટીઆરનું વેરિફિકેશન(Verification of ITR) પણ કરવું પડે છે. ઈન્કમ ટેક્સ રિટર્ન વેરિફિકેશન(Income Tax Return Verification) સાથે જોડાયેલ એક ફેરફાર થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે(Central Board of Direct Tax) આઈટીઆર વેરિફિકેશન સાથે જોડાયેલી સમયસીમાને ઓછી કરી નાખી છે. 

Join Our WhatsApp Channel

સીબીડીટીના(CBDT) જણાવ્યાનુસાર આઈટીઆર વેરિફિકેશન કરાવવા માટે હવે ૧૨૦ દિવસની જગ્યાએ ૩૦ દિવસ જ મળશે. સીબીડીટીએ પોતાના એક નોટિફિકેશનમાં આ વાતની જાણકારી આપી છે. આઇટીઆર ફાઇલ કર્યા પછી તેનું વેરિફિકેશન જરૂરી છે. તેના વિના પ્રક્રિયા પૂરી થતી નથી. સીબીડીટીના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આઈટીઆર ભરવાના ૩૦ દિવસ તેને વેરિફાય કરવાનું રહેશે. જાે આ સમયગાળા પછી કોઈ વેરિફિકેશન કરે છે તો તે માન્ય નહીં હોય. આવી સ્થિતિમાં ટેક્સપેયર્સનું નામ આઈટીઆર ફાઈલ ન કરનારા લોકોની યાદીમાં સામેલ થઈ જશે. 

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો આઈટીઆર ડેટાને ઈલેક્ટ્રોનિક(Electronic) રીતે ટ્રાન્સફર કર્યાના ૩૦ દિવસની અંદર આઈટીઆરનું વેરિફિકેશન સબમિટ કરવામાં આવે છે. આ સ્થિતિમાં જ ડેટા ટ્રાન્સફરની તારીખને રિટર્ન કરવાની તારીખ માનવામાં આવશે. તેને લઈને વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે આ નોટિફિકેશનના આવતાં પહેલાં જે લોકોએ રિટર્ન ફાઈલ કરી દીધું હતું. તેના માટે ૧૨૦ દિવસનો સમય લાગુ પડશે. પરંતુ જેણે ૨૯ જુલાઈ પછી આઈટીઆર દાખલ કર્યું છે તેના પર આ નિયમ લાગુ નહીં થાય.

આ સમાચાર પણ વાંચો :  હવે હોટલોને પણ ઈન્ડ્રસ્ટ્રીનો દરજ્જો મળશે-કઈ રીતે અપ્લાય કરવું-જાણો અહીં 

ગત ૨૯ જુલાઈએ જ સીબીડીટીએ આ નોટિફિકેશન જાહેર કર્યુ હતું. સીબીડીટીનો આ નિયમ ઈ-વેરિફિકેશન(E varification) કરાવનારા માટે જ છે. જો કોઈ આઈટીઆર વેરિફિકેશન સમય પર કરતો નથી તો માની લેવામાં આવશે કે તેણે આઈટીઆર દાખલ કર્યું નથી. તેના પછી ટેક્સપેયર્સને ફરીથી પોતાના ડેટાને સબમિટ કરવાનો રહેશે અને ૩૦ દિવસની અંદર વેરિફાઈ કરવાનું રહેશે.

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version