Site icon

વાહ માની ગયા ભારતીયનો સોના પ્રત્યેનો પ્રેમ!! અક્ષય તૃતીયા પર દેશભરમાં 15,000 કરોડ રૂપિયાની સોનાની ખરીદી…જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

સાડા ત્રણ મુર્હુત માંથી એક ગણાતા અક્ષય તૃતીયાના(Akshay tritya) શુભ દિને મુંબઈગરાએ અધધ સોનાની ખરીદી કરી છે.  છેલ્લા બે વર્ષથી કોરોના સંકટના કારણે લાગુ પડેલા લોકડાઉન બાદ મંગળવારે અક્ષય તૃતીયા પર દેશભરના બુલિયન માર્કેટમાં(Bullion Market) ભારે ઉત્તેજના જોવા મળી હતી. મુંબઈ સહિત દેશભરમાં 15,000 કરોડ રૂપિયાની સોનાની ખરીદી કરી હતી. મોટી સંખ્યામા લોકોએ સોનાના દાગીના(Gold jewellery) ની ખરીદી કરી હોવાનું ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના(All India Jewelers and Goldsmith Federation) રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ કહ્યું હતું.

Join Our WhatsApp Community

અક્ષય તૃતીયાએ દેશભરમાં  હજારો કરોડ રૂપિયાનો સોના-ચાંદીનો કારોબાર થયો હતો. સોના-ચાંદીના વેપાર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવે કુબેર અને દેવી લક્ષ્મીને ધનની દેવી તરીકે આશીર્વાદ આપ્યા હતા. મુંબઈના ઝવેરી બજાર સહિત દેશભરની બજારમાં અક્ષય તૃતીયા ની સાથે જ ઈદની ઉજવણી એમાં પાછું લગ્નસરાની મોસમ હોવાથી મોટી પ્રમાણમાં સોના-ચાંદીની ખરીદી થઈ હોવાનું ઝવેરી બજાર વેપારીઓનું કહેવું છે.

 કોન્ફેડરેશન  ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ત્રણ પહેલા 2019માં અક્ષય તૃતીયાના અવસર પર સોના અને ચાંદીના ભાવમાં બહુ ફરક નહોતો. ત્યારે સોનું રૂ. 32,700 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 38,350 પ્રતિ કિલો હતી. તેની સામે આ વર્ષે અક્ષય તૃતીયાના પાંચ દિવસ પહેલા સોનું 53 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 66,600 રૂપિયા પ્રતિ કિલો આસપાસ રહેવાનો અંદાજ હોવા છતાં ચિક્કાર પ્રમાણમાં લોકોએ  ખરીદી કરી છે. 

આ સમાચાર પણ વાંચો :  સારા સમાચાર. ભારત સરકાર મેડ ઈન ઈન્ડીયા ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઓએનડીસી લોન્ચ કરવા જઈ રહી છે. જાણો કઈ રીતે ભારતીય ઉત્પાદકો ને લાભ થશે. 

CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં આપેલી માહિતી મુજબ  2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં સોનાની લગડીઓ અને સિક્કાઓ ના રૂપમાં 39.3 ટન સોનાની આયાત કરવામાં આવી હતી, જ્યારે 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તે વધીને 41.3 ટન થઈ ગયું હતું, જ્યારે સોનાના સ્વરૂપમાં જ્વેલરીની, 2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આયાત 126.5 ટન હતી, જે 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સમાન રહી હતી, જે 94.2 ટન હતી, જે સોનાની પટ્ટીઓ અને સિક્કાઓ ના રૂપમાં રોકાણ કરવાના લોકોના વધતા જતા વલણને દર્શાવે છે.

CAIT ના દાવા મુજબ  2020માં અક્ષય તૃતીયા પર મે મહિનામાં લોકડાઉનને કારણે, સોનાનું વેચાણ માત્ર 5 ટકા એટલે કે લગભગ 500 કરોડ રૂપિયાનું શુકન હતું. સતત બે વર્ષથી લોકડાઉનમાં અક્ષય તૃતીયા નો તહેવાર હોવા છતાં દેશના જ્વેલરી બિઝનેસની કમર તૂટી ગઈ હતી, પરંતુ હવે 2022માં દેશ કોરોનાની મહામારી માંથી બહાર આવ્યો છે અને મંગળવારે સોનામાં ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version