Site icon News Continuous Bureau | Mumbai

Jio Financial Services: જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ રિલાયન્સ રિટેલ સાથે રૂ. 36,000 કરોડની ડિલ કરશે, ગ્રાહકોને થશે આ ફાયદો

Jio Financial Services: Jio Financial Services (JFS) એ રિલાયન્સ રિટેલ સાથે રૂ. 36,000 કરોડના સોદા માટે શેરધારકો પાસેથી પરવાનગી માંગી છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ કંપની પાસેથી રૂ. 36,000 કરોડના સાધનો ખરીદવાની યોજના ધરાવે છે. વાસ્તવમાં, JFS ડિવાઇસ લીઝિંગ બિઝનેસમાં પ્રવેશવાની યોજના ધરાવે છે

Jio Financial Services Reliance Retail with Rs. 36,000 crore deals, customers will get this benefit.

Jio Financial Services Reliance Retail with Rs. 36,000 crore deals, customers will get this benefit.

 News Continuous Bureau | Mumbai 

Jio Financial Services: Jio Financial Services (JFS) રિલાયન્સ રિટેલ ( Reliance Retail ) સાથે હવે એક મોટો સોદો કરવા જઈ રહી છે. જેમાં Jio Financial Servicesએ રિલાયન્સ રિટેલ સાથે રૂ. 36,000 કરોડની ડીલ કરવાની યોજના બનાવી છે. કંપનીએ આ માટે શેરધારકો પાસેથી મંજૂરી માંગી છે. જો મંજૂરી મળી જશે તો કંપની આ પૈસાથી સાધનો ખરીદશે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે આ ડીલ હેઠળ Jio Leasing Services નામના JFS યુનિટને ખરીદી શકાય છે. આમાં કેટલાક ટેલિકોમ સાધનો અને ઉપકરણો ખરીદવાની પણ યોજના છે, જેમાં સામાન્ય રીતે મોબાઈલ-ફોન અને રાઉટરનો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Channel

Jio લીઝિંગ સર્વિસિસ ( Jio Leasing Services ) ખરીદેલ સાધનો રિલાયન્સ જિયો ( Reliance Jio ) ઈન્ફોકોમ ગ્રાહકોને ભાડે આપશે. આ રીતે, Jio લીઝિંગ સર્વિસિસ ડિવાઇસ રેન્ટલ કંપનીઓના માર્કેટમાં હેવલેટ પેકાર્ડ અને લેનોવો જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરશે. નોંધનીય છે કે, પ્રસ્તાવિત ડીલ પર વોટિંગ 22 જૂને સમાપ્ત થશે અને આખી ડીલ 2025 અને 2026 ના નાણાકીય વર્ષોમાં પૂર્ણ થવાની આશા છે.

 Jio Financial Services: આ ડીલને શેરધારકો દ્વારા મંજૂરી આપવામાં આવશે તો તેની અસર કંપનીના શેર પર પણ જોવા મળી શકે છે..

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે જો આ ડીલને શેરધારકો ( Stock Market ) દ્વારા મંજૂરી આપવામાં આવશે તો તેની અસર કંપનીના શેર પર પણ જોવા મળી શકે છે અને શેરમાં વૃદ્ધિનો અવકાશ જણાય છે. આવી સ્થિતિમાં, જો આ બધું અનુમાન મુજબ થાય છે તો રિટેલ રોકાણકારોને તેનો ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, Jio Financial Services કંપનીના શેરે રોકાણકારોને છેલ્લા 6 મહિનામાં 60 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આ ઘણા શેરના સરેરાશ વળતર કરતાં ઘણું વધારે છે.

આ સમાચાર પણ વાંચો:  Mumbai: IPS અધિકારીના પતિના ઘરે દરોડામાં ઈડીને 150 કરોડ રૂપિયાના પ્રોપર્ટીના દસ્તાવેજો મળી આવ્યા, આટલી સંપત્તિ કરાઈ જપ્ત..

Jio Financial Services (JFS)ની આ ત્રણ મહિનામાં એકલા વ્યાજમાંથી ચોખ્ખી આવક રૂ. 280 કરોડ રહી છે. જ્યારે કંપનીની કુલ ઓપરેશનલ આવક 418 કરોડ રૂપિયા રહી છે. જોકે, BSE પર શુક્રવારે Jio Financial Servicesનો શેર 2.17 ટકાના ઘટાડા સાથે રૂ. 370 પર બંધ થયો હતો. જો આપણે કંપનીના પાછલા ક્વાર્ટરના પરિણામો પર નજર કરીએ તો, તેણે ઓક્ટોબર-ડિસેમ્બર 2023માં પણ મોટો નફો નોંધાવ્યો હતો. ત્યારે કંપનીનો ચોખ્ખો નફો 293 કરોડ રૂપિયા હતો. જ્યારે વ્યાજમાંથી કંપનીની ચોખ્ખી આવક રૂ. 269 કરોડ હતી. ત્યારે કંપનીની કુલ આવક 413 કરોડ રૂપિયા હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Gold and Silver Price Fall Delhi પીળા અને સફેદ ધાતુમાં ભારે કડાકો ચાંદી ૧૦,૦૦૦ રૂપિયા ગગડી, જાણો આજનો લેટેસ્ટ સોનાચાંદીનો ભાવ
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
SBI NSE IPO Stake Sale એસબીઆઈએ (SBI) માત્ર ૮૦ પૈસામાં ખરીદ્યા હતા એનએસઈ (NSE) ના શેર, હવે મળશે ૨,૨૩,૦૦૦% નો બમ્પર રિટર્ન
BRICS Summit Piyush Goyal પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને બજારો ખોલવા અને બિનટેરિફ અવરોધો દૂર કરવા કરી અપીલ
Exit mobile version