Site icon

Jio Financial Services: મુકેશ અંબાણીની આ કંપનીના શેરમાં આવ્યો જોરદાર ઉછાળો, 5 મહિનામાં 55% વળતર.. જાણો આગળનો ટાર્ગેટ.

Jio Financial Services: Jio Financial Services Limitedના શેરમાં હાલ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ શેરે છેલ્લા પાંચ મહિનામાં 55 ટકા વળતર ઓફર કર્યું છે. જો કે, હાલમાં આ સ્ટોક તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી 8.17 ટકા નીચે છે. Jio Financial Servicesના આ શેરે ગયા વર્ષે ઓગસ્ટથી અત્યાર સુધીમાં રોકાણકારોને 68 ટકાથી વધુ વળતર આપ્યું છે.

Jio Financial Services The shares of Mukesh Ambani's company have seen a huge jump, they have returned so much in the last 5 months..

Jio Financial Services The shares of Mukesh Ambani's company have seen a huge jump, they have returned so much in the last 5 months..

News Continuous Bureau | Mumbai  

Jio Financial Services: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ( Mukesh Ambani ) આ કંપનીના શેરે માત્ર પાંચ મહિનામાં તેના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. આ શેરે છેલ્લા પાંચ મહિનામાં 55 ટકા વળતર ઓફર કર્યું છે. શેરબજારમાં ગુરુવારે આ શેર લગભગ 1 ટકાના વધારા સાથે 362.45 રૂપિયા પર બંધ થયો હતો. જો કે, હાલમાં આ સ્ટોક તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી 8.17 ટકા નીચે છે. આ શેર મુકેશ અંબાણીની કંપની Jio Financial Servicesનો છે, જેણે ગયા વર્ષે ઓગસ્ટથી અત્યાર સુધીમાં રોકાણકારોને 68 ટકાથી વધુ વળતર આપ્યું છે. 

Join Our WhatsApp Community

આ દરમિયાન બ્રોકર્સોએ મુકેશ અંબાણીની આ કંપનીને લઈને હાલ ટાર્ગેટ આપ્યા છે અને Jio ફાઈનાન્સિયલ સર્વિસિસના શેર ( stock market ) ક્યાં સુધી જઈ શકે છે તે પણ જણાવ્યું છે. જિયો ફાઇનાન્સ સર્વિસિસ કંપની અગાઉ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ તરીકે જાણીતી હતી. આ કંપનીએ તાજેતરમાં જ બીટા મોડમાં JioFinance એપ લોન્ચ કરી છે. આ એપ ડિજિટલ બેંકિંગ, UPI ટ્રાન્ઝેક્શન, બિલ સ્ટેટમેન્ટ, વીમા સલાહકાર અને બચત ખાતા જેવી સેવાઓ પ્રદાન કરે છે. 

Jio Financial Services: મુકેશ અંબાણીની આ કંપની ભવિષ્યમાં લોનની સુવિધા પણ આપશે…

મુકેશ અંબાણીની આ કંપની ભવિષ્યમાં લોનની સુવિધા પણ આપશે. આ કંપની મ્યુચ્યુઅલ ફંડ ( Mutual fund ) સામે લોન આપીને આ સુવિધા શરૂ કરશે. બાદમાં તેને હોમ લોન સુધી લંબાવવામાં આવશે. મુકેશ અંબાણીની કંપની બ્લેકરોક ઇન્ક. અને બ્લેકરોક એડવાઇઝર્સ સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડ સાથે મની મેનેજમેન્ટ અને બ્રોકિંગ પ્લેટફોર્મ સ્થાપિત કરવા માટે પણ સોદો કરવાની યોજના ધરાવે છે. 

આ સમાચાર પણ વાંચો:  Global Housing Prices: વિશ્વના આ 5 શહેરોમાં મકાનોની કિંમતમાં સૌથી વધુ વધારો, ભારતના 2 શહેરોનો પણ થાય છે સમાવેશઃ રિપોર્ટ

એન્જલ વનના વરિષ્ઠ સંશોધન વિશ્લેષકે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, જો ટેક્નોલોજીના આધારે જોવામાં આવે તો આ શેરને 358 રૂપિયામાં સપોર્ટ મળી શકે છે .  તે પછી તે ઘટીને લોઅર સર્કિટમાં રૂ. 350 અને રૂ. 335ના સ્તરે આવી શકે છે અને વધુ વૃદ્ધિ માટે રૂ. 367ની ઉપર જઈ શકે છે. આ પછી Jio Financial તેના 395 રૂપિયાના રેકોર્ડ સ્તરને સ્પર્શી શકે છે. 

તેમજ અન્ય એક બ્રોકરે પોતાનો ટાર્ગેટ આપતા જણાવ્યું હતું કે, જિયો ફાઇનાન્શિયલ ટૂંક સમયમાં રૂ. 380ના લક્ષ્યને સ્પર્શશે અને રૂ. 350 પર સ્ટોપ લોસ રાખશે. નોંધનયી છે કે, માર્ચ 2024 થી અત્યાર સુધી NBFCમાં પ્રમોટર્સનો 47.12 ટકા હિસ્સો ધરાવે છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version