Site icon

દેશની આ સૌથી મોટી ટેલિકોમ કંપનીનો ધાંસૂ પ્લાન.. ગ્રાહકો માટે 28 દિવસ નહીં પણ 30 દિવસનો સસ્તો પ્લાન થયો લોન્ચ, જાણો સમગ્ર સ્કીમ

News Continuous Bureau | Mumbai

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જીઓ તેના ગ્રાહકો માટે એક ‘calendar month validity’ પ્રીપેડ પ્લાન લોન્ચ કરવાનું એલાન કર્યુ છે. જીઓના આ નવા પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસ નહીં પરંતુ હવે સંપૂર્ણ 30 અને 31 દિવસ એટલે કે એક મહિનાની વેલિડિટી મળશે. ચાલો તમને જણાવીએ Jioના આ નવા પ્લાનની ખાસિયત વિશે.

Join Our WhatsApp Community

જિઓની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 259 રૂપિયાના આ રિચાર્જ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા છે. રિલાયન્સ જિઓનો આ પ્લાન ખૂબ યુનિક છે, કારણ કે આ યુઝરને કેલેન્ડરની એક જ તારીખ પર અનલિમિટેડ ડેટા અને કોલિંગનો આનંદ લેવાની મંજૂરી આપે છે. એટલે કે હવે તમારે 28 દિવસની વેલિડિટી નહીં, પરંતુ દર મહિને કેલેન્ડરની કોઈ એક તારીખ પર રિચાર્જ કરાવવુ પડશે. આ ઈનોવેશન પ્રીપેડ યુઝર્સને દર મહિને ફક્ત એક રિચાર્જની તારીખ યાદ રાખવામાં મદદ કરશે. 

આ સમાચાર પણ વાંચો : પ્રથમ ગ્રાસે મક્ષિકા! ફ્લાઈટ શરુ થયાના પહેલા જ દિવસે ટળી મોટી દુર્ઘટના, દિલ્હી એરપોર્ટ પર પ્રવાસીઓ માંડ બચ્યા, જુઓ તસવીરો જાણો વિગતે.. 

દાખલ તરીકે જો યુઝર જિયોના નવા 259 રૂપિયાવાળા માસિક પ્લાનથી 5 માર્ચે રિચાર્જ કરાવે છે તો યુઝરને બાકી રિચાર્જ 5 એપ્રિલ, 5 મે અને 5 જૂન જેવી તારીખો પર કરાવવુ પડશે. જેમાં યુઝરને ફક્ત 5 તારીખ યાદ રાખવી પડશે અને દર મહિને આ તારીખ પર રિચાર્જ કરવું પડશે. 

ઉલ્લેખનીય છે કે જિઓ દેશની પહેલી ટેલિકોમ કંપની છે, જે કેલેન્ડર મહિનાની વેલિડિટી સાથે પ્રીપેડ પ્લાન લઈને આવી છે. આ વર્ષની શરૂઆતમાં, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) એ ટેલિકોમ કંપનીઓને 30 દિવસની માન્યતા સાથે પ્રીપેડ મોબાઈલ રિચાર્જ પ્લાન ઓફર કરવા કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  તાલિબાનનું અજીબોગરીબ ફરમાન. હવે મહિલાઓ અને પુરુષો એક સાથે નહીં જઇ શકે અમ્યુઝમેન્ટ પાર્કમાં, નક્કી કરાયા આ નવા નિયમો… જાણો વિગતે

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version